લાયસન્સ મેળવવા માટેની અરજી - કલમ:૨૨

લાયસન્સ મેળવવા માટેની અરજી

(૧) લાયસન્સ મેળવવા માટેની દરેક અરજી કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરવામાં આવે તેવા ફોમૅમાં કરવાની રહેશે. (૨) લાયસન્સ મેળવવા માટેની દરેક અરજી સાથે (એ) સટીફીકેશન પ્રેકટીસનું નિવેદન (બી) અરજીની ઓળખ થઇ શકે તે માટેની કાયપધ્ધતિ સહિતનું નિવેદન (સી) કેન્દ્ર સરકાર નિયત કરે તેવી પણ તેની રકમ રૂપીયા પચીસ હજારથી વધારે ન હોય તેવી ફી આપવા બાબત (ડી) કેન્દ્ર સરકાર નિયત કરે તેવા અન્ય દસ્તાવેજો