
લાયસન્સને મોકુફ રાખવા બાબત
(૧) જો નિયામક (કન્ટ્રોલર) ને તેને યોગ્ય લાગે તે રીતે તપાસ કર્યું। બાદ જો સંતોષ થયો હોય કે સટીફાઇંગ ઓથોરીટીએ (એ) લાયસન્સ આપવાની કે રીન્યુ કરાવવાની અરજીના સંદભૅમાં અરજીમાં કે તેના સંદભૅમાં એવું કરેલ નિવેદન હોય કે જે મુખ્ય બાબતોમાં ખરૂ ના હોય કે જુઠુ હોય (બી) લાયસન્સ જે શરતો અને બોલીઓના આધારે આપવામાં આવેલું તેનુ પાલન કરવામાં નિષ્ફળ ગયેલ હોય (સી) કલમ ૩૦ માં દર્શાવેલા ધોરણો જાળવવામાં કે કાર્યપઘ્ધતિ અનુસરવામાં નિષ્ફળ ગયેલ ટ્રોય (ડી) આ કાયદો નિયમો કે તે હેઠળ કરવામાં આવેલ હુકમની કોઇ જોગવાઇઓનું ઉલ્લંઘન રેલ હોય તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે કોઇપણ લાયસ-સને ત્યાં સુધી રદ કરવામાં નહીં આવે કે જયાં સુધી સટીફાઇંગ ઓથોરીટી દ્વારા રીકરણ કરવાનું વિચારવામાં આવ્યું હોય તેની વિરૂધ્ધ કારણ દર્શાવવાની વ્યાજબી તક આપવામાં આવી ના હોય. (૨) નિયામક (કન્ટ્રોલર) ને જો એવું માનવાને વ્યાજબી કારણ હોય કે પેટા કલમ (૧) હેઠળ કોઇ લાયસન્સને રદ કરવા માટે કોઇ કારણ અસ્તિત્વમાં છે તો તે તપાસ માટે હુકમ કરી શકશે અને તે હુકમ મુજબની તેવા કારણની તપાસ થાય ત્યાં સુધી તે લાયસન્સ મોકુફ રાખવાનો હુકમ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જયાં સુધી સટીફાઇંગ ઓથોરીટીને તેવી બાયસ-સની મોકુફી ન કરવાના કારણો બતાવવાની વ્યાજબી તક આપવામાં ન આવે ત્યાં સુધી કોઇ લાયસન્સને દસ દિવસથી વધુ સમય માટે મોકુફ ના રાખી શકાય (૩) એવી સર્ટીફાઇંગ ઓથોરીટીને કે જેનું લાયસન્સ મોકુફી હેઠળ છે તે તેવા મોકુફીના સમય દરમ્યાન કોઇ ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ આપી શકશે નહી.
Copyright©2023 - HelpLaw