
લાયસન્સની મોકુફી કે રદીકરણની નોટીશ
(૧) જયારે કોઇ સટીફાઇંગ ઓથોરીટીનું લાયસન્સ મોકુફ રાખવામાં આવેલ હોય કે રદ કરવામાં આવેલ હોય ત્યારે કનટ્રોલર તેવા લાયસન્સ યથાપ્રસંગ મોકુફીની કે રદીકરણની નોટીશ તેમના દ્રારા જાળવવામાં આવતા ડેટાબેઝમાં પ્રસિધ્ધ કરશે. (૨) જો એક કે વધુ ભંડારો ખાસ દશૅ ાવવામાં આવેલ હોય તો કન્ટ્રોલર તેવી મોકુફીની કે રદીકરણની નોટીસો યથાપ્રસંગ બધા કોઠારોમાં (ભંડારો) પ્રસિધ્ધ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે જે કોઠારમાં આવી યથાપ્રસંગ મોકુફી કે રદીકરણની નોટીશનો ડેટાબેઝ હશે તેને એવી વેબસાઇટ મારફત પ્રાપ્ય કરાવવામાં આવશે કે જે ૨૪ કલાક પ્રાપ્ય હોય. વધુમાં એવી જોગવાઇ કરવામાં અવવી છે કે કે કનટ્રોલરને જો એમ કરવુ યોગ્ય લાગે તો પ્રસિધ્ધિના ડેટા બેઝની વિગતો તે એવા ઇલેકટ્રોનિક કે અન્ય માધ્યમ દ્રારા પ્રસિધ્ધ કરી શકશે.
Copyright©2023 - HelpLaw