
કોમ્પ્યુટર અને ડેટા મેળવવા બાબત
(૧) કલમ ૬૯ ની પેટા કલમ (૧)ની જોગવાઇઓને બાધ આવ્યા વગર કન્ટ્રોલર કે તેના દ્રારા અધિકાર આપવામાં આવેલ હોય તેવા કોઇ અધિકારીને જો એવી શંકા કરવા માટે વ્યાજબી કારણ હોય કે આ પ્રકરણની જોગવાઇઓનો ભંગ થયો છે તો કોઇ કોમ્પ્યુટર સીસ્ટમમાં રહેલી કે તેના દ્રારા પ્રાપ્ત થાય તેવી કોઇ માહીતી કે ડેટા મેળવવા માટે તે તપાસ કરી શકે કે કરાવડાવી શકે તે માટે તે કોઇપણ કોમ્પ્યુટર સીસ્ટમ તેનો કોઇપણ ભાગ ડેટા કે અન્ય કોઇપણ સામગ્રી કે જે કોમ્પ્યુટર સાથે જોડાયલી હોય તેનો ઉપયોગ કરી શકશે. (૨) પેંટા કલમ (૧)ના હેતુઓ માટે કન્ટ્રોલર કે તેના દ્રારા અધિકાર આપવામાં આવેલ હોય તેવી વ્યકિત કોઇપણ વ્યકિતને કે જેના તાબામાં કોમ્પ્યુટર સીસ્ટમ કે ડેટા ઓજાર કે સામગ્રી હોય કે તે સિવાય પણ તેના ઉપયોગ માટે તેની સાથે સંકળાયલો હોય તેવી વ્યકિતને હુકમ કરીને કે સુચના આપીને પોતાને જરૂર હોય તેવી વ્યાજબી ટેકનીકલ મદદ કે અન્ય મદદ કરવાનું કહી શકશે.
Copyright©2023 - HelpLaw