સટીફાઇંગ ઓથોરીટીએ અનુસરવાની કેટલીક કાયૅપધ્ધતિઓ - કલમ:૩૦

સટીફાઇંગ ઓથોરીટીએ અનુસરવાની કેટલીક કાયૅપધ્ધતિઓ

દરેક સટીફાઇંગ ઓથોરીટીઓ (એ) હાડૅવેર સોફટવેર અને કાયૅપધ્ધતિઓનો ઉપયોગ કરવાની રીત કે જેથી વચ્ચે પડેલાઓમાંથી કે દુરૂપયોગ કરવાવાળાથી સલામતી મેળવી શકાય (બી) પોતાની સેવા પુરી પાડવામાં વિશ્ર્વસનિયતાનું વ્યાજબી સ્તર કે જે કામ કરવાનું હોય તેની સાથે વ્યાજબી રીતે જરૂરી હોય. (સી) સલામતીની કાર્યપધ્ધતિઓને વળગી રહેવું જોઇએ કે જેથી ઇલેકટ્રોનિક સીગ્નેચરની ગુપ્તતા અને ખાનગીપણુ સલામત રાખી શકાય (સી-એ) આ કાયદા હેઠળ આપવામાં આવેલા તમામ ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટના કોઠારી (ભંડાર) બનવું જોઇએ. (સી-બી) ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટસ તેનો ઉપયોગ અને ચાલુ સ્થિતિને લગતી માહીતી પ્રસિધ્ધ કરતા રહેવું જોઇએ અને (ડી) કાયદામાં જેની જોગવાઇ કરવામાં આવી હોય તેવા અન્ય ધોરણો જળવાઇ રહે તે જોવું