લાયસન્સ પરત જમા કરાવી દેવા બાબત - કલમ:૩૩

લાયસન્સ પરત જમા કરાવી દેવા બાબત

(૧) દરેક સટીફાઇંગ ઓથોરીટી કે જેનુ લાયસન્સ રદ થયું હોય યા સ્થગિત થયેલ હોય તુરત જ તેવા રદીકર કે સ્થગિત થતાની સાથે જ કન્ટ્રોલર પાસે પોતાનું લાયસન્સ પરત જમા કરાવશે. (૨) પેટા કલમ (૧) હેઠળ જયારે લાયસન્સ રદ કરવાનો કે સ્થગિત કરવાનો હુકમ થયો હોય તેવા સટીફાઇંગ ઓથોરીટી જેને તેવું લાયસન્સ આપવામાં આવેલ હોય તે પરત જમા કરાવવામાં નિષ્ફળ જાય તો તેણે ગુનો કર્યં ગણાશે અને તેને છ માસ સુધીની કેદની સજા અને રૂપીયા દસ હજાર સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે.