જાહેર કરવું
(૧) દરેક સટીફાઇંગ ઓથોરીટી કાયદામાં કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ જાહેર કરશે કે (એ) પોતાનું ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ (બી) તેને લગતુ હોય તેવું કોઇ પ્રમાણિત સટીફીકેટ (સી) જો હોય તો તેના સટીફાઇંગ ઓથોરીટી સટીફીકેટ રદ કરવાની કે સ્થગિત કરવાની નોટીશ (ડી) એવી બીજી તમામ હકીકતો કે જે ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટની વિશ્ર્વસનીયતા કે જે ઓથોરીટીએ આપેલ છે તે ઓથોરીટીની પોતાની સેવા આપવાની ક્ષમતાને મહત્વની રીતે કે વિપરીત અસર કરતી હોય. (૨) જો સટીફાઇંગ ઓથોરીટીના અભિપ્રાય પ્રમાણે કોઇક બનાવ બન્યો હોય કે એવી કોઇ પરિસ્થિતિ ઉત્પન્ન થઇ હોય કે જેનાથી તેની પોતાની કોમ્પ્યુટર સીસ્ટમ કે એવી શરતો કે જે મુજબ ઇલેકટ્રોનીક સીગ્નેર સટીફીકેટ આપવામાં આવેલ હોય તેણે તેની વિશ્વસનિયતાને મહત્વની રીતે કે વિપરીત અસર કરતી હોય તો સટીફાઇંગ ઓથોરીટીએ (એ) તે બનાવથી જેને અસર થવાની હોય તે વ્યકિતના ધ્યાન પર લાવવા વ્યાજબી પ્રયત્નો કરવા જોઇએ. (બી) આવા બનાવ કે આવા સંજોગોમાં સટીફીકેશન પ્રેકટીસ સ્ટેટમેન્ટમાં દૉવેલ જોગવાઇઓ મુજબ વતૅન કરવું જોઇએ.
Copyright©2023 - HelpLaw