
ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આપવા માટે રજુઆત
સટીફાઇંગ ઓથોરીટી જયારે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આપે ત્યારે પ્રમાણિત કરશે કે (એ) તેમણે આ કાયદા કે તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો કાયદા વિગેરેની જોગવાઇઓને તેઓ અનુસરેલ છે. (બી) તેમણે તેવી ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ જાહેર કરેલ છે કે અન્ય રીતે તેની ઉપર આધાર રાખનારને તેની જાણ કરેલ છે અને સબસ્ક્રાઇબરે તેને સ્વીકારેલ છે (સી) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટના લીસ્ટમાં જણાવેલી અને જાહેર ચાવીને મળતી આવે છે તેવી ખાનગી ચાવી સબસ્ક્રાઇબર પાસે છે. (સી-એ) સબસ્ક્રાઇબર પાસે એવી ખાનગી ચાવી છે કે જે ડીજીટલ સીગ્નેચર ઉત્પન્ન કરી શકે છે. (સી-બી) સર્ટીફીકેટમાં જણાવેલી જાહેર ચાવીનો ઉપયોગ સબસ્ક્રાઇબર દ્રારા ધારણ કરવામાં આવેલ ખાનગી ચાવીથી ચોંટાડેલ ડીજીટલ સીગ્નેચરની ખાત્રી કરવા માટે વાપરી શકાય છે (ડી) સબસ્ક્રાઇબરની જાહેર ચાવી અને ખાનગી ચાવીથી કામ થઇ શકે તેવી જોડીયા ચાવી થાય છે. (ઇ) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાંની માહીતી ચોકકસ હોય છે અને (એફ) જો તેમાં મહત્વની હકીકતો છે તેવી ખબર ના પડે તો કે જે જો તે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાં ઉમેરવામાં આવી હોય તો ઉપરોકત ખંડ (એ) થી (ડી) માં રજુ થતી હકીકતોની સત્યતા ઉપર વિપરીત અસર કરશે.
Copyright©2023 - HelpLaw