
સીગ્નેચર ડીજીટલ સટીફીકેટને સ્થગિત કરવા બાબત
(૧) પેટા કલમ (૨)ની જોગવાઇઓને ધ્યાનમાં લઇને સટીફાઇંગ ઓથોરીટી કે જેણે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આપ્યું હોય તે એવા ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને સ્થગિત પણ કરી શકશે જો (એ) તે મુજબની વિનંતી એવી વ્યકિત પાસેથી મળેલ હોય કે (૧) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટના લીસ્ટમાં તેવા સબસ્ક્રાઇબરનું નામ હોય તો કે (૨) સબસ્ક્રાઇબર તરફથી યોગ્ય રીતે અધિકાર આપવામાં આવેલ હોય તેવી કોઇપણ વ્યકિત તરફથી વિનંતી આવેલ હોય (બી) જો એવો અભિપ્રાય હોય કે જાહેર જનતાના હિતમાં ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ રદ કરવું જોઇએ. (૨) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને ૧૫ દિવસ કરતાં વધુ સમય માટે સ્થગિત ના કરી શકાય સિવાય કે તે વિષયમાં સબસ્ક્રાઇબરને સાંભળવાની તક આપવામાં આવી હોય (૩) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને આ કલમ હેઠળ સ્થગિત કરવામાં આવ્યેથી સટીફાઇંગ ઓથોરીટીએ તેને જાણ કરવી જોઇએ.
Copyright©2023 - HelpLaw