
ડીજીટલ સીગ્નેચર સર્ટીફીકેટને રદ કરવા બાબત
(૧) સરીફાઇંગ ઓથોરીટી કે જેણે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આપેલ હોય તે તેને રદ કરી શકે છે જો (એ) સબસ્ક્રાઇબર કે તેના દ્વારા અધિકાર આપવામાં આવેલ હોય તેવી વ્યકિત તે મુજબ કરવા વિનંતી કરે કે (બી) સબસ્ક્રાઇબર મરણ પામે ત્યારે કે (સી) જો સબસ્ક્રાઇબર પેઢી કે કંપની હોય તો તે પેઢીનું વિસર્જન થાય અથવા કંપનીને બંધ કરવામાં આવે (૨) પેટા કલમ (૩)ની જોગવાઇઓના પાલનની શરતે અને પેટા કલમ (૧) થી વિપરીત ના હોય તો સટીફાઇંગ ઓથોરીટી ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ કે જે તેના દ્રારા આપવામાં આવેલ હોય તે તેને કોઇપણ સમયે રદ કરી શકે જો તેનો અભિપ્રાય એવો હોય કે (એ) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાં જણાવેલ મહત્વની હકીક્ત ખોટી છે કે છુપાવવામાં અવોલ છે. (બી) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ આપવાની જરૂરીયાતો સંતોખાયેલ નહોતી. (સી) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટની સત્યતાને વિપરીત અસર થાય તે રીતે સરીફાઇગ ઓથોરીટીની ખાનગી ચાવી કે સીક્યુરીટી સીસ્ટમમાં સમાધાન કરવામાં આવેલ હોય (ડી) સબસ્ક્રાઇબરને દેવાળીયો ઘોષિત કરવામાં આવેલ હોય કે તે મરણ પામ્યો હોય કે જો સબસ્ક્રાઇબર પેઢી કે કંપની હોય તો તે પેઢીનુ વિસર્જન થાય અથવા કંપનીને બંધ કરવામાં આવે કે તેનું અસ્તિતવ અન્ય રીતે રહ્યુ ના હોય (૩) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને ત્યાં સુધી રદ નહીં કરવામાં આવે કે જયાં સુધી તે બાબતે સબસ્ક્રાઇબરને સાંભળવાની તક આપવામાં આવેલ ના હોય. (૪) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને આ કલમ હેઠળ રદ કરવામાં આવ્યેથી સટીફાઇંગ ઓથોરીટીએ સબસ્ક્રાઇબરને જાણ કરવી જોઇએ.
Copyright©2023 - HelpLaw