
સ્થગિતકરવાની કે રદ કરવાની નોટીશ આપવા બાબત
(૧) કલમ ૩૭ કે ૩૮ હેઠળ ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને સ્થગિત કરવામાં આવ્યેથી કે રદ કરવામાં આવ્યેથી સટીફાઇંગ ઓથોરીટીએ એવા યથાપ્રસંગ રદીકરણ કે સ્થગિત થયાની નોટીશ ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાં નિર્દેશ કરવામાં આવેલ હોય તેવા વિસ્તારમાં પ્રસિધ્ધ કરવી જોઇએ. (૨) જો એક કે વધુ । ભંડારો તેમાં દશૅવવામાં આવેલ હોય તો સટીફાઇંગ ઓથોરીટીએ આવી રદીકરણ કે સ્થગિત કરવાની જાહેર નોટીશો યથાપ્રસંગ એક વિસ્તારમાં કે બધા વિસ્તારમાં પ્રસિધ્ધ કરવી જોઇએ
Copyright©2023 - HelpLaw