
ડીજીટલ સીગ્નેચર સટીફીકેટના સ્વીકાર બાબત
(૧) સબસ્ક્રાઇબર જયારે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટને પ્રસિધ્ધ કરે કે પ્રસિધ્ધ કરવા અધિકાર આપે તો ત્યારે તેણે તે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટનો સ્વીકાર કમૅ છે તેમ માની લેવામાં આવશે. (એ) કોઇ એક કે અનેક વ્યકિતઓને (બી) કોઇ ભંડારમાં મુકે અન્ય કોઇ રીતે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ માટે પોતાની સંમતિ છે તેવું કોઇપણ રીતે પ્રદશૅન કરે તો (૨) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટના સ્વીકારથી સબસ્ક્રાઇબર ડીજીટલ સીગ્નેચર સર્ટીફીકેટમાં રહેલી હકીકતો બાબત એવા બધા લોકો કે જેઓ વ્યાજબી રીતે તેમાંની માહિતી ઉપર આધાર રાખતા હોય તેમને પ્રમાણિત કરે છે કે (એ) સબસ્ક્રાઇબર પાસે ખાનગી ચાવી છે કે જે ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાં નોંધાયેલ જાહેર ચાવી સાથે મેળ ખાય છે અને તે ધારણ કરવા તે હકકદાર છે. (બી) સટીફાઇંગ ઓથોરીટીને મોકલવામાં આવેલી તમામ રજુઆતો અને ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાં રહેલી માહિતીને લગતી સામગ્રીની તમામ હકીકતો ખરી છે. (સી) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટમાંની તમામ માહિતી કે જેનાથી તેનો સબસ્ક્રાઇબર માહિતગાર છે તે ખરી છે.
Copyright©2023 - HelpLaw