ખાનગી ચાવી પરનું નિયંત્રણ - કલમ:૪૨

ખાનગી ચાવી પરનું નિયંત્રણ

(૧) પોતાના ડીજીટલ સીગ્નેચર સટીફીકેટની યાદીમાં હોય તેવી ખાનગી ચાવી કે જે જાહેર ચાવીને મળતી આવતી હોય તેના નિયંત્રણને લગતી તમામ વ્યાજબી સંભાળ સબસ્ક્રાઇબરે રાખવાની રહેશે અને તે જાહેર ના થઇ જાય તે માટે જરૂરી તમામ પગલાં ભરવાના રહેશે. (૨) ડીજીટલ સીગ્નેચર સટીફીકેટની યાદીમાં હોય તેવી ખાનગી ચાવી કે જે જાહેર ચાવીને મળતી આવતી હોય તેમાં જો સમાધાન કરવામાં આવ્યું હોય તો સબસ્ક્રાઇબરે તેની વિગત મોડું કયૅ । વગર કાયદા દ્રારા નિયત કરવામાં આવે તે રીતે સટીફાઇંગ ઓથોરીટીને કરવાની રહેશે. સ્પષ્ટીકરણઃ- શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે સબસ્ક્રાઇબર જયાં સુધી ખાનગી ચાવી માટે સમાધાન કરવામાં આવ્યાની જાણ સટીફાઇંગ ઓથોરીટીને ના કરે ત્યાં સુધી તે જવાબદાર રહેશે.