
કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ વિગેરેને થયેલ નુકશાન માટે દંડ અને વળતર
જો કોઇપણ વ્યકિત માલીકની પરવાનગી વગર કે એવી બીજી કોઇપણ વ્યકિત કે જેના તાબામાં હોય તેવા કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કને (એ) કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્ક કે કોમ્પ્યુટરના રિસોસૅને મેળવે કે મેળવવાનુ પ્રાપ્ત કરે (બી) કોઇ ડેટા કોમ્પ્યુટર ડેટાબેઝ કે માહિતી તેવા કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવકૅ કે જેમાં માહિતી કે ડેટા હોય કે કોઇ નાબુદ કરી શકાય તેવા સંગ્રહ માધ્યમમાંથી ડાઉનલોડ કરે નકલ કરે કે સંક્ષિપ્તીકરણ કરે (સી) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કમાં કોઇ કોમ્પ્યુટરનુ દુષણ કે વાયરસ નાંખે કે નંખાય તેમ કરે (ડી) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્ક ડેટા કોમ્પ્યુટર ડેટાબેઝ કે અન્ય કોઇપણ પ્રોગ્રામો કે જેવા કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવકૅ હોય તેને નુકશાન કરે નુકશાન થાય તેમ કરે (ઇ) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કને બદનામ કરે કે બદનામી થાય તેવુ કરે (એફ) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કને કોઇપણ માધ્યમ દ્વારા કોઇ વ્યકિતને કે જેને તે મેળવવાનો અધિકાર છે તેને તે મેળવવા ના દે કે મેળવવાના મળે તેવું કરે . (જી) આ કાયદો નિયમો કે તે હેઠળ બનેલા કોઇ કાનુનનો ભંગ કરીને કોઇ વ્યકિત કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કને મેળવી આપ અથવા મેળવવામાં મદદ કરે (એચ) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કમાં છેડછાડ કરીને કે બનાવટ ઉભી કરીને એક વ્યકિતના ખાતામાંથી બીજી વ્યકિતના ખાતામાં ફેરફાર કરીને પુરી પાડવામાં આવેલ સેવાનો ચાર્જ મેળવે (આઇ) કોમ્પ્યુટરના રિસોર્સમાં રહેલી કોઇ માહિતીનો નાશ કરે કાઢી નાંખે કે ફેરફાર કરે કે તેની કીમત કે ઉપયોગિતાનો નાશ કરે કે કોઇ સાધન દ્રારા તેને નુકશાન થાય તેમ કરે (જે) કોમ્પ્યુટર રિસોસૅના કોડને ચોરી લે છુપાવી દે નાશ કરે કે ફેરફાર કરે ચોરી લેવા છુપાવી દેવા નાશ કરવા કે ફેરફાર કરવા પ્રેરે કે કોમ્પ્યુટર રિસોર્સને નુકશાન થાય તે રીતે વાપરે તેવા નુકશાનથી અસર પામનાર વ્યકિતને તેનું વળતર આપવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે. સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુ માટે (૧) કોમ્પ્યુટર કન્ટેમીનેન્ટ એટલે એવી કોઇપણ કોમ્પ્યુટર સુચનાઓનો જથ્થો કે જેની ડીઝાઇન (એ) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કમાં રહેલા ડેટા કે પ્રોગ્રામમાં સુધારો કરવા માટે નાશ કરવા માટે રેકોર્ડ રાખવા માટે ટ્રાન્સમીટ કરવા માટે કે (બી) કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કોંનુ સામાનય રીતે થતા કામને બગાડવું (૨) કોમ્પ્યુટર ડેટાબેઝ એટલે કોઇ માહિતી જ્ઞાન હકીકતો વિચારસરણીઓ સુચનાઓ કે જે મુળ લખાણ સ્વરૂપે પ્રતિબિંબ સ્વરૂપે દેખાય તેવી રીતે સાંભળી શકાય તે સ્વરૂપોમાં હોય તેની રજૂઆત કે જે તૈયાર કરવામાં આવતા હોય કે કોઇ ચોકકસ સ્વરૂપમાં તૈયાર કરવામાં આવેલ હોય કે જેને કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્ક તરીકે ઉત્પન્ન કરવામાં આવેલ હોય કે તેનો ઉપયોગ કોઇ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવર્કમાં કરવાનો હોય તે (૩) કોમ્પ્યુટર વાયરસ એટલે કોઇપણ કોમ્પ્યુટરને આપવમાં આવેલી એવી સુચના માહિતી ડેટા કે પ્રોગ્રામ કે જે કોમ્પ્યુટરના શ્રોતની કે તેની સાથે જોડેલા બીજા કોમ્પ્યુટર શ્રોતની કે તે પ્રોગ્રામ ડેટા કે સુચનાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે કે કોમ્પ્યુટર શ્રોતમાં કોઇક ખાસ પ્રસંગ બને ત્યારે તેની કામગીરીનો નાશ કરે છે નુકશાન કરે છે હલકી કક્ષાનું કરે છે કે વિપરીત રીતે અસર કરે છે (૪) ડેમેજ એટલે કોઇપણ સાધનથી કોમ્પ્યુટર શ્રોતનો નાશ કરવો બદલવો છેકછાક કરવી વધારવું સુધારવું કે પુનઃ ગોઠવવું (૫) કોમ્પ્યુટર સોસૅ કોડ એટલે કોઇપણ સ્વરૂપે પ્રોગ્રામની યાદી તૈયાર કરવી કોમ્પ્યુટરને આદેશો આપવા તેની ડીઝાઇન તૈયાર કરવી કે તેનો દેખાવ તૈયાર કરવો કે કોંઇ પ્રોગ્રામનું વિષ્લેષણ કરવું
Copyright©2023 - HelpLaw