ડેટાના રક્ષણ કરવામાં નિષ્ફળ જવા બદલ વળતર ચુકવવું - કલમ:૪૩(એ)

ડેટાના રક્ષણ કરવામાં નિષ્ફળ જવા બદલ વળતર ચુકવવું

જયારે કોઇ કોર્પોરેટર બોડી કોઇપણ સંવેદનશીલ વ્યકિત ડેટા કે માહિતી કોમ્પ્યુટર રિસોરૅમાં ધરાવતી હોય તેનો ધંધો કરતી હોય કે તેનું સંચાલન કરતી હોય કે જેનો પોતે માલિક હોય કે નિયંત્રક હોય કે તે ચલાવતો હોય તે જો વ્યાજબી સલામતીના ધોરણો જાળવવાના નિયમિત પ્રેકટીસ અને કાયૅવાહીનો અમલ કરવામાં કે જાળવવામાં જો બેદરકારી દાખવે અને તેને કારણે કોઇને ગેરકાયદેસરનું નુકશાન કરે કે કોઇને ગેરકાયદેસરનો લાભ કરાવી આપે તો તેવી કોર્પોરેટ બોડીએ જેને નુકશાન થયું હોય તેને વળતર ચુકવી આપવું પડશે સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે (૧) બોડી કોર્પોરેટ એટલે કોઇપણ કંપની કે જેમા પેઢી સંપુર્ણપણે એક્લાની માલીકીની કે અન્ય લોકોના એસોસીએસનો કે જેઓ વ્યવસાયિક કે ધંધોદારી પ્રવૃતિઓ કરતી હોય તેનો સમાવેશ થાય છે. (૨) રીઝનેબલ સીકયુરીટી પ્રેકટીસ એન્ડ પ્રોસીજર એટલે વ્યક્તિઓની વચ્ચે કરવામાં આવેલ કરાર મુજબ કે પ્રવતૅમાન કોઇ કાયદો અમલમાં હોય તેમા નિર્દિષ્ટ કરીને અને આવા કરારોની કે કાયદાની ગેરહાજરીમાં કેન્દ્ર સરકારે તેને યોગ્ય લાગે તેવા ધંધાદારી સંસ્થાઓના કે એસોસીએશનના નિષ્ણાંતોની સલાહ મુજબ નિયત કરે તેવા આચરણ અને કાયૅવાહીના ધોરણો મુજબ આવી માહિતીને રક્ષણ આપવા માટે બનાવેલી એવી આચરણ અને કાયૅપધ્ધતિ કે જેથી તે ગેરકાયદેસર રીતે મેળવી ના શકાય તેવી તેને નુકશાન ના કરી શકાય તેનો ઉપયોગ ના કરી શકાય તેમા ફેરફાર ના કરી શકાય તે જાહેર ના કરી શકાય તેને બગાડી ના શકાય (૩) સેન્સીટીવ પસૅનલ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન એટલે કેન્દ્ર સરકારે તેને યોગ્ય લાગે તેવા ધંધાદારી સંસ્થાઓના કે એસોસીએસનોના નિષ્ણાતોની સલાહ મુજબ નિયત કરે તેવી વ્યક્તિગત મહિતી