માહિતી પત્રકો વિગેરે રજુ કરવામાં નિષ્ફળ જવા બદલ દંડ - કલમ:૪૪

માહિતી પત્રકો વિગેરે રજુ કરવામાં નિષ્ફળ જવા બદલ દંડ

જો આ કાયદો કે તે હેઠળ બનાવવામાં આવેલા કોઇ નિયમો કે કાયદા મુજબ કોઇ વ્યકિત કે જેણે (એ) કોઇ દસ્તાવેજો પત્રકો કે રીપોટૅ કન્ટ્રોલર કે સીફાઇંગ ઓથોરીટીને મોકલવા બંધાયલો હોય અને તેમ કરવામાં નિષ્ફળ નિવડે તો તેવી દરેક નિષ્ફળતા માટે રૂપીયા એક લાખ પચાસ હજારથી વધુ ના હોય તેવા દંડની સજા કરવામાં આવશે. (બી) કોઇ પત્રક ફાઇલ કરવામાં કે કોઇ માહિતી પુસ્તક કે અન્ય દસ્તાવેજો એવા સમયમાં રજુ કરવામાં નિષ્ફળ જાય કે જે સમય તેવા કાયદામાં દશૅવવામાં આવેલ હોય તો તેવા સમય માટે તેને રોજના પાંચ હજારથી વધુ ના હોય તેવા દંડની સજા કરવામાં આવશે. (સી) હિસાબી ચોપડા લખવામાં કે રેકડૅ રાખવામાં નિષ્ફળ જાય તો તેવા નિષ્ફળતાના સમય માટે રોજના રૂપીયા દસ હજારના દંડની સજા કરવામાં આવશે.