બાકી રહેતા દંડ - કલમ:૪૫

બાકી રહેતા દંડ

બાકી રહેતા દંડ (રેસીડયુરી પેનલ્ટી) એટલે જો કોઇ વ્યકિત આ કાયદા કે તે હેઠળ બનાવવામાં આવેલા નિયમોમાં જેનો સમાવેશ થતો ના હોય તેનો ભંગ કરે તો તેને રૂપીયા પચીસ હજાર પુરા સુધીનો વળતર અસરગ્રસ્તને ચુકવવાનો કે રૂપીયા ૨૫,૦૦૦/- થી વધુ ના હોય તેવા દંડને પાત્ર થશે. નોંધઃ- જો કોઇપણ વ્યકિત દ્રારા કોઇ નિયમ અથવા નિયમન જે આ કાયદા હેઠળ બનાવવામાં આવેલ હોય તેનો ભંગ થશે તો આવા ભંગથી અસર પામેલ વ્યકિત રૂપિયા પચીસ હજાર સુધીનું વળતર મેળવવા પાત્ર ઠરશે અથવા રૂપિયા પચીસ હજાર સુધીનો દંડ ભરવા ભંગકતા વ્યકિત લાયક ઠરશે.