ન્યાય આપવાની સતા - કલમ:૪૬

ન્યાય આપવાની સતા

(૧) આ પ્રકરણ હેઠળ ન્યાય આપવા માટે કે કોઇ વ્યકિતએ આ કાયદો કે તે હેઠળ બનેલ કોઇ અધિનિયમ નિયમો સુચના કે હુકમોની કોઇ જોગવાઇઓનો ભંગ કર્યું છે કે કેમ જેને કારણે તે વળતર ચુકવવા કે દંડ ચુકવવા જવાબદાર બન્યો છે તે નકકી કરવા તે માટે પેટા કલમ (૩) હેઠળ કેન્દ્ર સરકારના ડાયરેકટરથી નીચી કક્ષાનો ના હોય તેવા અધિકારીને કે તેને સમકક્ષ રાજય સરકારના અધિકારીને કેન્દ્ર સરકાર નકકી કરે તેવી રીતે તપાસ કરવાની કામગીરી સોંપશે. (૧-એ) પેટા કલમ (૧) હેઠળ નિમાયેલ એડજયુડીકેટીંગ ઓફીસરની હકુમત રૂપીયા પાંચ કરોડથી વધુના ના હોય તેવા ઇજા કે નુકશાનના વળતર ચુકવવાના દાવાઓની તપાસ કરી ન્યાય આપવાની રહેશે જોગવાઇ કરવામાં આવી છે કે રૂપીયા પાંચ કરોડથી વધુના ઇજા કે વળતરના દાવા માટેની હકુમત યોગ્ય સતા ધરાવતી કોર્ટને રહેશે. (૨) ન્યાય અધિકારી (એડજયુડીકેટીંગ ઓફીસર) પેટા કલમ (૧) માં જણાવેલ વ્યકિતને પોતાની રજુઆત કરવાની વ્યાજબી તક આપ્યા બાદ અને જો તેવી તપાસ કર્યું । બાદ તેમને સંતોષ થાય કે તેવી વ્યકિતએ જોગવાઇઓનો ભંગ કરેલ છે તો જે તે કલમની જોગવાઇઓને અનુરૂપ તેને યોગ્ય લાગે તેમ તે તેવી રકમનું વળતર ચુકવવાનો એવોડૅ આપશે કે દંડ કરશે. (૩) કેન્દ્ર સરકાર નકકી કરે તેવો ઇન્ફમૅશન ટેકનોલોજીના ક્ષેત્રોનો અનુભવ ધરાવતો હોય અને કાનુની કે ન્યાયિક અનુભવ ધરાવતો હોય તે સિવાયની વ્યકિતને એડજયુડીકેટીંગ ઓફીસર તરીકે નીમી શકાશે નહી. (૪) જયાં એક કરતાં વધુ એડજયુડીકેટીંગ ઓફીસોની નિમણુંક કરવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર હુકમ કરીને દાવાઓ અને સ્થળો કે જેના સંદર્ભમાં તેવા એડજયુડીકેટીંગ ઓફીસરો હકુમત ધરાવી શકે તેની સ્પષ્ટતા કરશે. (૫) દરેક એડજયુડીકેટીંગ ઓફીસરને કલમ ૫૮ની પેટા કલમ (૨) હેઠળ નિમાયેલી સાયબર એપેલેટ ટ્રીબ્યુનલને આપવામાં આવેલ છે તેવી સીવીલ કોર્ટની સતા રહેશે અને (એ) ભારતીય ફોજદારી અધિનિયમ ૧૮૬૦ ની કલમ ૧૯૩ અને ૨૨૮ મુજબ આવા એડજયુકેટીંગ ઓફીસર સમક્ષ મુકવામાં આવેલ તમામ કાર્યવાહીઓને ન્યાયિક કાર્યવાહી ગણવામાં આવશે. (બી) ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૩૫૪ એન ૩૪૬ ના હેતુઓ માટે તેની સીવીલ કોટૅ ગણવામાં આવશે (સી) દિવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ ના આદેશ ૨૧ના હેતુઓ માટે તેને સીવીલ કોર્ટે ગણવામાં આવશે.