
એપેલેટ ટ્રીબ્યુનલની સ્થાપના
(૧) ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટ ૧૯૯૭ (સન ૧૯૯૭ ના ૨૪મો) ની કલમ ૧૪ હેઠળ સ્થાપિત ટેલીકોમ વિવાદો સમાધાન અને એપેલેટ ટ્રીબ્યુનલ નાણાં અધિનિયમ ૨૦૧૭ ના પ્રકરણ-૬ ના ભાગ ૧૫ ના આરંભથી અને ત્યારથી આ કાયદાના હેતુ માટે એપેલેટ ટ્રીબ્યુનલ આ કાયદા હેઠળ અથવા તેના આપવામાં આવેલ અધિકાર ક્ષેત્ર સતા અને અધિકારનો ઉપ્યોગ કરશે. (૨) તેવા નોટીફીકેશનમાં કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરશે કે એપેલેટ ટ્રીબ્યુનલ કયાં વિસ્તાર અને કામકાજ માટે તે પોતાની હકુમત ભોગવી શકશે. નોંધઃ- સન ૨૦૧૭ ના નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૪૮ ની પેટા કલમ (૧) અને (૨) માં સુધારા કરવામાં આવેલ છે અને સાયબર એપેલેટ ટ્રીબ્યુનલની જગ્યાએ એપેલેટ ટ્રીબ્યુનલ મૂકવામાં આવેલ છે અમલ તા-૦૧/૦૪/૨૦૧૭
Copyright©2023 - HelpLaw