એપેલેટ ટ્રીબ્યુનલ બનાવવાના હુકમો આખરી ગણાશે અને તેને ગેરકાયદેસર નહીં ઠરાવી શકાય
કેન્દ્ર સરકારનો કોઇ હુકમ કે જેનાથી કોઇ વ્યકિતને સાયબર એપેલેટ ટ્રીબ્યુનલના અધ્યક્ષ કે સભ્ય તરીકે નીમવામાં આવ્યા હોય તેને કોઇપણ રીતે પડકારી શકાશે નહી અને સાયબર એપેલેટ ટ્રીબ્યુનલના કોઇપણ કામ કે કાયૅવાહી કે જે સાયબર એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ ચાલતી હોય તેને માત્ર તેવી સાયબર એપેલેટ ટ્રીબ્યુનલની રચનામાં રહેલ કોઇ ખામી માટે પડકારી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw