એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ - કલમ:૫૭

એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ

સને ૨૦૧૭ ના નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ ((સાયબર એપેલેટ ટ્રીબ્યુનલ)) ની જગ્યાએ ((એપેલેટ ટ્રીબ્યુનલ)) મુકવામાં આવેલ છે. (૧) આ કલમની પેટા કલમ (૨)માં જણાવેલ છે તે સિવાય કોઇપણ વ્યકિત કે જેને નિયામકના હુકમ કે ન્યાય આપનાર અધિકારીની હુકમથી નારાજગી થઇ હોય તે આ કાયદા હેઠળ તે બાબતમાં હકુમત ધરાવતી એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી શકશે. (૨) જો પક્ષકારો વચ્ચેની સંમતિથી એડજયુકેટીંગ ઓફીસરે કરેલ હુકમ વિરૂધ્ધ એપેલેટ ટ્રીબ્યુ-નલમાં અપીલ થઇ શકશે નહીં. (૩) નારાજ થયેલ વ્યકિત દ્રારા પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવેલ દરેક અપીલ કન્ટ્રોલર કે એજ્યુડીકેટીંગ ઓફીસરના હુકમની કોપી મળ્યાના ૪૫ દિવસમાં કરવાની રહેશે અને તે નિયત કરવામાં આવે તેવા સ્વરૂપમાં અને નિયત કરવામાં આવે તેવી ફી સાથે કરવાની રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો એપેલેટ ટ્રીબયુનલને સંતોષ થાય કે નિયત ૪૫ દિવસ પછી અપીલ કરવા માટે વ્યાજબી કારણ હતુ તો એપેલેટ ટ્રીબ્યુનલ તે પછી પણ અપીલ કરવાની પરવાનગી આપી શકે (૪) પેટા કલમ (૧) હેઠળની અપી મળેથી એપેલેટ ટ્રીબ્યુનલ અપીલના પક્ષકારોને નોટીશ આપીને પક્ષકારોને સાંભળવાની તક આપ્યા બાદ તે અપીલમાં તેને યોગ્ય લાગે તેવો હુકમ કરી જે હુકમ સામે અપીલ કરવામાં આવી છે તે અપીલ માન્ય કરે કે તેના હુકમમાં સુધારો કરે કે તે હુકમ રદ કરી શકે. (૫) એપેલેટ ટ્રીબ્યુનલ કરેલ પોતાના દરેક હુકમની નકલ અપીલના પક્ષકારોને તથા કન્ટ્રોલર કે એડજયુડીકેટીંગ ઓફીસરને મોકલશે. (૬) એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષ પેટા કલમ (૧) હેઠળ દાખલ કરવામાં આવેલ અપીલ બને એટલી ત્વરાથી સાંભળવામાં આવશે અને અપીલ દાખલ કરવામાં આવ્યાના છ માસમાં તેનો નિકાલ કરવા પ્રયત્નો કરવાના રહેશે.