
એપેલેટ ટ્રીબ્યુનલની સતા અને કાર્યપધ્ધતિ
સને ૨૦૧૭ ના નાણા અધિનિયમ ક્રમાંક ૭ મુજબ (સાયબર એપેલેટ ટ્રીબ્યુનલ)) ની જગ્યાએ ((એપેલેટ ટ્રીબ્યુનલ)) મુકવામાં આવેલ છે. (૧) એપેલેટ ટ્રીબ્યુનલ સીવીલ પ્રોસીજર કોડ ૧૯૦૮ માં જણાવેલી કાર્યપધ્ધતિ અનુસરવા બંધાયેલ નથી પરંતુ કુદરતી ન્યાયના સિધ્ધાતોના માગૅદશૅન મુજબ કામ કરશે અને આ કાયદા કે તે હેઠળ બનેલા નિયમોની અન્ય જોગવાઇઓને અનુરૂપ એપેલેટ ટ્રીબ્યુનલને પોતાની કાયૅવાહી કે જેમાં કઇ જગ્યાએ બેઠક યોજવામાં આવશે તે સહિતની કામગીરીને નિયમિત કરવાની સત્તા છે. (૨) એપેલેટ ટ્રીબ્યુનલ પાસે આ કાયદા હેઠળ સોંપવામાં આવેલી પોતાની ફરજ બજાવવા માટે સીવીલ કોટૅને દાવો ચલાવતી વખતે તેની પાસે હોય તેવા સીવીલ પ્રોસીજર કોડ ૧૯૦૮ હેઠળના નીચે જણાવેલા કામો માટે સતા છે જેમ કે (એ) કોઇ વ્યકિતને સમન્સથી બોલાવીને હાજર કરવાના અને તેને સોગંદ ઉપર તપાસવાના (બી) કોઇ દસ્તાવેજો કે ઇલેક્ટ્રોનિક રેકર્ડની શોધ કરવાના કે તેને કોર્ટમાં રજુ કરાવવાના (સી) સોગંદનામા પર પુરાવો મેળવવાનો (ડી) દસ્તાવેજો તપાસવા કે પુરાવો રેકર્ડ કરવા કમીશન નીમવાની (ઇ) પોતાના નિર્ણયની પુનઃ વિચારણા કરવાની (એફ) કોઇ કસુરને કારણે અપીલ રદ કરવાની કે એકતરફી નિણૅય આપવાની (જી) બીજી એવી કોઇપણ બાબત કે જે નિયત કરવામાં આવે. (૩) એપેલેટ ટ્રીબ્યુનલ સમક્ષની દરેક કાયૅવાહીને ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૯૩ અને ૨૨૮ હેઠળના અથૅમાં ન્યાયિક કાયૅવાહી ગણવામાં આવશે અને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧૯૫ અને પ્રકરણ ૨૬ હેઠળ માટે એપેલેટ ટ્રીબ્યુનલને સીવીલ કોટૅ ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw