હાઇકોટૅમાં અપીલ - કલમ:૬૨

હાઇકોટૅમાં અપીલ

કોઇ વ્યકિત કે જે એપેલેટ ટ્રીબ્યુનલના નિણૅય કે હુકમથી નારાજ થયેલ હોય તો તેવા નિણૅય કે હુકમમાંથી ઉપસ્થિત થતા કાયદાના કે હકીકતોના કોઇપણ પ્રશ્ન માટે તેવા એપેલેટ ટ્રીબ્યુનલના નિણૅય કે હુકમની નકલ મળ્યેથી ૬૦ દિવસમાં હાઇકોટૅમાં અપીલ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે જો હાઇકોટૅને સંતોષ થાય કે એપેલેન્ટને અપીલ નિયત સમયમાં દાખલ કરવામાં મોડા પડવા માટે કોઇ વ્યાજબી કારણ હતું તો ત્યાર પછીના વધારાના ૬૦ દિવસમાં અપીલ કરવા દઇ શકશે.