
કાયદાના ભંગ થયેલ કિસ્સામાં સમાધાન
(૧) આ કાયદા હેઠળની કોઇ જોગવાઇનો ભંગ કરવામાં આવ્યો હોય ત્યારે એડજયુડીકેટીંગ પ્રોસીડીંગ શરૂ થવાથી પહેલાં કે પછી યથાપ્રસંગ કન્ટ્રોલર પોતે કે તેના દ્રારા આ સંદભૅમાં ખાસ રીતે અધિકાર આપવામાં આવેલ હોય તેવા બીજા અધિકારી દ્રારા સમાધાન કરી શકશે પરંતુ તે માટે કન્ટ્રોલર કે તેમના દ્રારા અધિકૃત કરવામાં આવેલ બીજા અધિકારી કે એડજયુડીકેટીંગ ઓફીસર નકકી કરે તેવી શરતોનું પાલન કરવાનું રહેશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ કાયદા હેઠળની એવી જોગવાઇના ભંગ બદલ જે વધુમાં વધુ સજા નકકી કરવામાં આવેલ હોય તેથી વધુ ના હોય તેટલી રકમના દંડમાં સમાધાન કરી શકાશે. (૨) પેટા કલમ (૧) માંની કોઇ જોગવાઇ એવા કિસ્સામાં લાગુ નહીં પડે કે પ્રથમ તેવી જોગવાઇના ભંગ થયા બાદ ત્રણ વષૅમાં ફરી તેવો કે તેના જેવો ભંગ કરવામાં આવેલ હોય. સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે એવા બીજા કે ત્યાર પછીના તેવી જોગવાઇના ભંગ બદલ સમાધાન કરવામાં આવેલ હોય ત્યાર પછી ત્રણ વષૅ બાદ તેવો ભંગ થયેલ હોય તો તેને પ્રથમ ભંગ ગણવામાં આવશે. (૩) જયારે પેટા કલમ (૧) હેઠળ કોઇ ભંગ માટે સમાધાન કરવામાં આવેલ હોય ત્યારે તેવા ભંગ માટે ગુનેગાર વ્યકિત માટે તેની વિરૂધ્ધ યથાપ્રસંગ કોઇ કાયૅવાહી કે વધારાની કાયૅવાહી કરવામાં નહીં આવે.
Copyright©2023 - HelpLaw