કોમ્પ્યુટર રિસોસૅ દસ્તાવેજો સાથે છેડછાડ કરવા માટે - કલમ:૬૫

કોમ્પ્યુટર રિસોસૅ દસ્તાવેજો સાથે છેડછાડ કરવા માટે

જયારે કોમ્પ્યુટર રિસોઍ કોડની જરૂર હોય કે તેને જાળવવુ જરૂરી હોય ત્યારે જે કોઇ વ્યકિત જાણી જોઇને તે ઇરાદાપૂવૅક કોઇ કોમ્પ્યુટરના રિસોસૅના કોડ કે જે કોમ્પ્યુટર કોમ્પ્યુટરના પ્રોગ્રામો કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવકૅ માટે વપરાતા હોય તેને છુપાવે નાશ કરે કે તેમાં ફેરફાર કરે અથવા જાણી જોઇને કે ઇરાદાપુવૅક બીજાને તેવા કોમ્પ્યુટરના રિસોસૅના દસ્તાવેજોને છુપાવવા નાશ કરવા કે તેમાં ફેરફાર કરાવડાવે તેને (( ત્રણ વષૅ સુધીની કેદની સજા અથવા રૂ. બે લાખ સુધીનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવશે.)) સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે કોમ્પ્યુટર રિસોઍ કોડ એટલે પ્રોગ્રામો કોમ્પ્યુટરના કમાન્ડસ ડીઝાઇન અને લે આઉટનું લીસ્ટીંગ તથા કોઇપણ સ્વરૂપે કોમ્પ્યુટરના પ્રોગ્રામોનું વિશ્લેષણ.