
કોમ્પ્યુટરને લગતા ગુનાઓ
જો કોઇપણ વ્યકિત અપ્રમાણિકતાથી કે દગાબાજીથી કલમ-૪૩ માં જણાવ્યા મુજબનુ કોઇ કૃત્ય કરે તો તેને (( ત્રણ વષૅ સુધીની કેદની સજા અથવા રૂ.૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) સુધીનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવશે.)) સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે (એ) અપ્રમાણિકતા નો અથૅ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૨૪ માં જે અથૅ કરવામાં આવેલ છે તે જ અર્થમાં ગણવામાં આવશે. (બી) દગાબાજી નો અથૅ ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૨૫ માં જે અથૅ કરવામાં આવેલ છે તે જ અથૅમાં ગણવામાં આવશે.
Copyright©2023 - HelpLaw