કોમ્યુનિકેશન સર્વિસ મારફત અપમાનજનક સંદેશા મોકલનારને સજા - કલમ:૬૧(એ)

કોમ્યુનિકેશન સર્વિસ મારફત અપમાનજનક સંદેશા મોકલનારને સજા

જો કોઇ વ્યકિત કે જે કોમ્પ્યુટરના સાધન મારફત કે કોમ્યુનિકેશન સાધનો મારફન (એ) એવી માહિતી મોકલે જે અત્યંત અપમાનજનક અથવા ન ગમે તેવા હોય અથવા તે ચીડવે તેવા સ્વરૂપના હોય અથવા (બી) જો કોઇ વ્યકિત કોમ્પ્યુટરના સાધનો કે કોમ્યુનીકેશન સાધનનો ઉપયોગ કરીને એવી કોઇપણ માહિતી કે જે તે પોતે જાણતો હોય કે તે ખોટી માહિતી છે તેમ છતા તે કોઇને ગુસ્સે કરવા માટે અગવડતા ઉભી કરવા જોખમ અડચણો અપમાન ઇજા ગુનાહિત ધમકી દુશ્મનાવટ ધિકકાર કે ન ગમે તેવી લાગણી ઉશ્કેરવા માટે ઉપયોગ કરે અથવા (સી) જેને સંદેશો મોકલાયો હોય તેને કે જેને તે ટપાલ મળે તેને તે કોણે મોકલેલ છે તેની જાણ કયૅ । વગર કોઇ ઇલેકટ્રોનિક ટપાલ કે ઇલેકટ્રોનિક મેઇલ સંદેશો મોકલી કોઇને ગુસ્સો કરવાના હેતુથી કે અગવડતા ઉભી કરવા કે છેતરવા કે ગેરમાર્ગે દોરવા જેને સંદેશો મોકલાો હોય તેને ((ત્રણ વષૅ સુધીની કંદની સજા અને દંડ થશે)) સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુ માટે ઇલકટ્રોનિક ટપાલ કે ઇલેકટ્રોનિક મેઇલ સંદેશો શબ્દોનો અર્થ એટલે એવો સંદેશ કે માહિતી કે જે કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર સીસ્ટમ કોમ્પ્યુટર સાધનો કે કોમ્યુનીકેશન સાધનો મારફત બનાવવામાં આવી હોય કે મોકલવામાં આવી હોય અને તેમા ટેક્ષ્ટ છાપા ઓડીયો વીડીયો અને અન્ય ઇલેકટ્રોનિક રેકર્ડ કે જેને સંદેશા સાથે પાડવી શકાય તેનો સમાવેશ થાય છે.