ચોરીની ઓળખ માટે શિક્ષા - કલમ:૬૬(સી)

ચોરીની ઓળખ માટે શિક્ષા

જે કોઇપણ દગલબાજીથી કે અપ્રમાણિકતાથી ઇલેકટ્રોનિક રેકડૅનો પાસવડૅનો કે બીજી વ્યકિતના કોઇ ચોકકસ પ્રકારના ઓળખ ચિન્હોનો ઉપયોગ કરે તો તેને (( ત્રણ વષૅ સુધીની ગમે તે એક પ્રકારની કેદની સજા અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ રોકડા) સુધીની દંડની સજા કરવામાં આવશે.