ગુપ્તતાનો ભંગ કરવા માટે સજા - કલમ:૬૬(ઈ)

ગુપ્તતાનો ભંગ કરવા માટે સજા

જે કોઇ વ્યકિત ઇરાદાપુવૅક કે જાણી જોઇને કોઇ વ્યકિતની કે સ્ત્રીની સંમતિ વગર કે ગુપ્તતા જાળવવાના સંજોગોનો ભંગ કરીને તેની ખાનગી વિસ્તારની છાપ મેળવી લે પ્રસિધ્ધિ કરે કે ટ્રાન્સમીટ કરે તેને (( ત્રણ વષૅ સુધીની કેદની સજા અથવા રૂ.૨,૦૦,૦૦૦/- બે લાખથી વધુ નહિ એટલા દંડની સજા કરવામાં આવશે. અથવા તે બંને શિક્ષા થશે.)) સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુ માટે (એ) પ્રસારણ (ટ્રન્સમીટ) એટલે કોઇ વ્યકિતની જોઇ શકાય તેવું પ્રતિબિંબ મેળવીને તે અન્ય વ્યકિત કે વ્યકિતઓને જોઇ શકે તેવા હેતુથી ઇલેકટ્રોનિકથી મોકલી આપવુ. (બી) કેપ્ચર એટલે કોઇ પ્રતિબિંબના સંદર્ભમાં કોઇપણ રીતે મેળવેલ વીડીયો ટેપ ફોટોગ્રાફ ફિલ્મ કે રેકોડૅ (સી) પ્રાઇવેટ એરિયા એટલે ખુલ્લા કે અંદર પહેરવાની કપડા નીચેની જનનેન્દ્રીયો ગુપ્તાંગોનો ભાગ ઢેકા કે સ્ત્રીની છાતીનો ભાગ (ડી) પબ્લીસીસ એટલે છાપેલી પ્રીન્ટ કે ઇલેકટરોનિક સ્વરૂપમાંની કૃતિનુ પુનઃ પ્રસિધ્ધિ અને તે જાહેર જનતાને પ્રાપ્ય થઇ શકે તેમ જાહેર કરવું (ઇ) અંડર સરકમસ્ટાન્સીસ વાયોલેટીંગ પ્રાઇવસી એટલે એવા સંજોગો કે જેમા કોઇ વ્યકિતને સામાન્ય અપેક્ષા હોય કે (૧) પોતાના ગુપ્તાંગોના પ્રતિબિંબ લેવામાં આવી રહ્યા છે તેની જાણ વગર કોઇ પુરૂષ કે સ્ત્રી ખાનગી વિસ્તારમાં પોતાના વસ્ત્રો ઉતારી શકે (૨) કોઇ પુરૂષ કે સ્ત્રી જાહેર સ્થળે હોય કે ખાનગી સ્થળે હોય તેની ચિંતા કયૅ વગર પોતાના ગુપ્તાંગોનો કોઇપણ ભાગ કોઇથી જાહેરમાં જોઇ શકાય તેમ નથી.