સાયબર ત્રાસવાદના ગુના માટે સજા - કલમ:૬૬(એફ)

સાયબર ત્રાસવાદના ગુના માટે સજા

(૧) કોઇપણ વ્યકિત (એ) એકતા દેશ ભકિત સલામતી અને ભારતના સાર્વભૌમત્વને કે જનતામાં કે જનતાના કોઇ ભાગના લોકોમાં ત્રાસવાદ આચરવા માટે બીવડાવવાના હેતુથી (૧) કોમ્પ્યુટરના પ્રસાધનો વાપરવાનો અધિકૃત હોય તેવી વ્યકિતને તે વાપરવા ના આપે કે ના આપવા દે કે (૨) નિયત અધિકાર વગર કોમ્પ્યુટરના પ્રસાધનોમાં ચંચુપાત કરવાનો પ્રયત્ન કરવો કે નિયત મયૅાદા ઓળંગવાનો પ્રયત્ન કરવો કે (૩) કોઇપણ કોમ્પ્યુટરમાં ચેપ લગાડવો કે લગાવડાવવાનો પ્રયત્ન કરવા અને એવી વર્તણૂંક કરીને કોઇ વ્યકિતનું મૃતયુ નિપજાવવુ કે ઇજા પહોંચાડવી કે મૃત્યુ કે ઇજા નિપજી શકે તેમ હોય તેવો પ્રયત્ન કરવો કે કોઇ મિલકતને નુકશાન પહોંચાડવું કે નાશ કરવો કે પુરવઠાને ખોરવી નાંખવો કે પુરવઠાને નુકશાન થાય અથવા 1 નાશ પામે તેવું જાણતા હોવા છતા તેમ કરવું અથવા 1 સમાજના લોકોની આવશ્યક જીવન જરૂરિયાતની સેવાઓને ખેરવી નાંખવી કે નાશ કરવી અથવા કલમ-૭૦ માં જણાવેલી કટોકટીની માહિતીના તંત્રને વિપરીત રીતે અસર થાય તેમ પ્રચલિત કરવી અથવા (બી) અધિકાર વગર કે અધિકારની ઉપરવટ જઇને કોમ્પ્યુટરના પ્રસાધનોમાં જાણી જોઇને કે હેતુપુવૅક ઘુસણખોરી કરવી કે વાપરવું અને તેવા વતૅનનો ઉપયોગ કરીને રાજયની સલામતીને કે વિદેશો સાથેના સંબંધોને વિપરીત અસર ન થાય તે માટે નિયંત્રીત કરવામાં આવેલ માહિતી કોમ્પ્યુટરનો ડેટા કે ડેટાબેઝ મળવે તો કે ભારતના સવૅભૌમત્વના હિતોને કે વફાદારીને રાજયોની સલામતી વિદેશો સાથેના મૈત્રીપુણૅ સબંધો જાહેર હિત સૌજન્યતા કે નૈતિકતા કે કોટૅનો તિરસ્કાર થાય તે રીતે કેબદનક્ષી કરવા માટે કે ગુનાખોરીને પ્રોત્સાહન આપવા કે કોઇ વિદેશ રાષ્ટ્ર કે વ્યકિતઓના સમુહ કે તે સિવાય પણ તેને મદદરૂપ થવા નુકશાન પહોંચાડવા કે નુકશાન થાય તેમ હોવાનું જાણવા છતાં કોઇપણ પ્રતિબંધીત માહિતી કોમ્પ્યુટરનો ડેટા કે ડેટાબેઝ મેળવીને અને તેવા પ્રતિબંધીત માહિતી કોમ્પ્યુટરનો ડેટા કે ડેટાબેઝનો ઉપયોગ કરે તે સાઇબર ત્રાસવાદનો ગુનો કરે છે. (૨) જે કોઇપણ સાઇબર ત્રાસવાદનો ગુનો કરે કે કરવાનુ કાવતરૂ રચે તેને (( જન્મટીપ સુધીની સજા કરી શકાશે.))