ઇલેકટ્રોનિક સ્વરૂપમાં બિભત્સ (અશ્ર્લીલ) સામગ્રીને પ્રસિધ્ધ કરવાની કે પ્રસારણ કરવા માટે સજા - કલમ:૬૭

ઇલેકટ્રોનિક સ્વરૂપમાં બિભત્સ (અશ્ર્લીલ) સામગ્રીને પ્રસિધ્ધ કરવાની કે પ્રસારણ કરવા માટે સજા

જે કોઇપણ વ્યકિત એવી સામગ્રી કે જે બિભત્સ હોય કે ચારિત્ર્યને લપસણુ કરવા પ્રેરે તેવુ હોય કે જો તેની અસર એવી થાય તેમ હોય કે જેથી વ્યકિતઓના ચારિત્ર્યને બગાડે તેમ હોય કે ભ્રષ્ટ કરે તેમ હોય કે તેવી વ્યકિતઓને તમામ લાગુ પડતા સંજોગોને ધ્યાનમાં લેતાં તે સામગ્રીમાં સમાવેલ હોય કે તેનો ભાગ હોય તેને વાંચવા જોવા કે સાંભળવા પ્રેરાય તેવા ઇલેકટ્રોનિક સ્વરૂપમાં પ્રસિધ્ધ કરે કે પ્રસારણ (ટ્રાન્સમીટ) કરે કે પ્રસિધ્ધ કરવા કે ટ્રાન્સમીટ કરાવે તેને પ્રથમ વખત ગુનો સાબિત થાય ત્યારે (( બન્નેમાંથી કોઇપણ પ્રકારની ત્રણ વર્ષની કેદની સજા અને રૂપીયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) સુધીના દંડની સજા કરવામાં આવશે અને તેવો ગુનો બીજી વાર કે તેથી વધુ વખત તેવો ગુનો સાબિત થાય તો બન્નેમાંથી કોઇપણ પ્રકારની પાંચ વષૅની કેદની સજા અને રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- (દશ લાખ) સુધીના દંડની સજા કરવામાં આવશે.))