
ઇલેકટ્રોનિક સ્વરૂપમાં બાળકોનું બિભત્સ સામગ્રીમાં ચિત્રણ પ્રસિધ્ધ કરવા કે પ્રસારણ કરવા માટે સજા
જે કોઇપણ (એ) ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બાળકો બિભત્સ કૃત્યો કે વર્તનમાં રોકાયેલા હોય તેવી સામગ્રીના ચિત્રણ પ્રસિધ્ધ કરવા કે ટ્રાન્સમીટ કરે કે (બી) બાળકોને બિભત્સ દ્રશ્યોમાં કે અભદ્ર રીતે કે યૌન સબંધી કામમાં કોઇપણ રીતે દી વવામાં આવે તેવી ટેક્ષ્ટ કે ડીજીટલ ઇમેજ ઉભી કરે કે ભેગી કરે માંગે બ્રાઉસ કરે ડાઉનલોડ કરે જાહેરાત કરે પ્રોત્સાહિત કરે એક બીજાને આપ લે કરે કે વહેંચે કે મેળવે કે સજૅન કરે કે (સી) કોમ્પ્યુટર જોતા કોઇપણ સાધારણ વ્યકિતને નારાજ કરે તેવા ઓનલાઇન દ્રશ્યો કે જેમાં એક કે વધુ બાળકો વચ્ચેના યૌન સબંધો કે બિભત્સ કૃત્યો કે અન્ય કોઇપણ રીતે કે બિભત્સ દ્રશ્યોનું સર્જન રચે લલચાવે કે આકર્ષે તેને કે (ડી) ઓનલાઇન બાળકોના દુરૂપયોગ થાય તેવી સવલતો આપે કે (ઇ) કોઇપણ સ્વરૂપે એવો ઇલેકટ્રોનિક રેકોડૅ કે જે પોતે જ બાળકોનો દુરૂપયોગ કરાતો દાખવે કે બીજાઓના એવા રેકડૅ કે જેમાં બાળકો સાથે યૌન સબંધી દુરાચાર કરવામાં આવતો દર્શાવતો હોય તો હું તેને પ્રથમ વખત ગનો સાબિત થાય ત્યારે બન્નેમાંથી કોઇપણ પ્રકારની પાંચ વર્ષની કેદની સજા અને રૂપીયા ૧૦,૦૦,૦૦૦૪ (દરા લાખ) સુધીના દંડની સજા કરવામાં આવશે અને તેવી ગુનો બીજા વાર કે તેથી વધુ વખત તેવી ગુનો સાબિત થાય તો બન્નેમાંથી કોઇપણ પ્રકારની સાત વષૅની કેદની સજા અને રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- (દશ લાખ) સુધીના દંડની સજા કરવામાં આવશે. ) જોગવાઇ કરવામાં આવી છે કે કલમ-૬૭ અને કલમ- ૬૭-એ અને આ કલમની જોગવાઇઓ ઇલકેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય તેવા કોઇ પુસ્તક પેમ્ફલેટ લખાણ ચિત્ર રજુઆત કે આકૃતિને લાગુ નથી પડતી કે જેમાં (૧) એવું પ્રકાશન કે જે વિજ્ઞાન સાહિત્ય કલા કે શીખવાનું કે અન્ય સામાન્ય પ્રકારના જાહેર હિત માટે ન્યાયી હોવાનું સાબિત થયું હોય તેવા કારણોસર કોઇ પુસ્તક પેમ્ફલેટ કાગળ લખાણ ચિત્ર રજુઆત કે આકૃતિ કે (૨) શુધ્ધ બુધ્ધિથી જેને રાષ્ટ્રીય સંભારણા તરીકે કે ધાર્મિક હેતુ માટે રાખવામાં આવેલ હોય કે વાપરવામાં આવે હોય તે સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે બાળક એટલે ૧૮ વર્ષ પુરા કર્યું । ન હોય તેવું બાળક
Copyright©2023 - HelpLaw