સૂચનાઓ આપવાની કંટ્રોલરની સતા - કલમ:૬૮

સૂચનાઓ આપવાની કંટ્રોલરની સતા

(૧) નિયંત્રક કોઇ પણ સટીફાઇંગ ઓથોરીટી કે તેના નોકરોને હુકમ આપીને કે · સુચના । આપીને એવા પગલાં ભરવાનું કે એવી પ્રવૃતિઓ બંધ કરવાનું કહી શકશે કે જેનાથી મજકુર હુકમ પાલન માટે અને આ કાયદાની કે તે હેઠળ બનેલા નીયમો અને વિનિમયોની જોગવાઇઓના પાલન માટે જરૂરી હોય (૨) એવી કોઇપણ વ્યકિત કે જે હેતુપુવૅક અને જાણી જોઇને પેટા કલમ (૧) હેઠળ કરવામાં આવેલ કોઇપણ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેનો (( ગુનો સાબિત થયેથી તે માટે તેને બે વષૅથી વધુ નહીં તેવી કેદની સજા કે રૂપીયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) થી વધુ નહી તેવા દંડ અથવા તે બંને સજા કરવામાં આવશે. ))