કોઇપણ કોમ્પ્યુટર દ્રારા મળતી માહિતી જાહેર જનતાને મેળવતાં અટકાવવા સુચના આપવાની સતા - કલમ:૬૯(એ)

કોઇપણ કોમ્પ્યુટર દ્રારા મળતી માહિતી જાહેર જનતાને મેળવતાં અટકાવવા સુચના આપવાની સતા

(૧) આ સંદભૅમાં જયારે કેન્દ્ર સરકાર કે તેના દ્રારા ખાસ સતા આપવામાં આવી હોય તેવા કોઇપણ અધિકારીને સંતોષ થાય કે એવું કરવું જરૂરી છે કે અનિવાયૅ છે કે ભારતના સાવૅભૌમત્વ અને વફાદારી માટે ભારતના સંરક્ષણ માટે રાજયની સલામત માટે વિદેશો સાથેના મૈત્રીપુણૅ સબંધો માટે કે જાહેર વ્યવસ્થા માટે કે ઉપર જણાવેલના સબંધમાં કોગ્નીઝેબલ ગુનાની ઉશ્કેરણી થતી અટકાવવા પેટા કલમ (૨) ની જોગવાઇઓની શરતે કારણોની લેખિતમાં નોંધ કરીને તે કોઇ હુકમ કરીને કેન્દ્ર સરકાર કે તે દ્રારા નિયુકત મધ્યસ્થ સંસ્થાની એજન્સીને કોઇપણ કોમ્પ્યુટર દ્રારા ઉત્પન્ન કરવામાં આવેલી કે પ્રસારણ કરવામાં આવેલી કે મેળવવામાં આવેલી કે સંગ્રહ કરવામાં આવેલી કે જેને સમાવવાની સુચના આપી હોય તેવી કોઇપણ માહિતીને જાહેર જનતા દ્રારા મેળવતી અટકાવી શકે કે જાહેર જનતાને તે ના મળે તેવુ કરવાની સુચના આપી શકશે. (૨) નિયત કરવામાં આવે તેવી શરતે આ જનતા માટે મેળવવાનું અટકાવવાનું કાર્યપઘ્ધતિ અને સલામતીના ધોરણો મુજબ કરી શકશે. (૩) વચેટીયાની સંસ્થા જો પેટા કલમ (૧) હેઠળ આપવામાં આવેલી સુચનાનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેને સાત વષૅ સુધીની કેદની સજા અને દંડની સજાને પાત્ર થશે.