
સાયબર સલામતી માટે કોમ્પ્યુટર રિસોસઁ મારફત કોઇ ટ્રાફીકનો ડેટા કે માહિતી મેળવવા અને મોનીટર કરવા અધિકૃત કરવાની સતા
(૧) કેન્દ્ર સરકાર સાયબર સલામતી વધારવા માટે અને દેશમાંના કોમ્પ્યુટર સાધનોની ઓળખ કરવા પૃથકકરણ કરવા અને ઘુસણખોરી અટકાવવા અને પ્રસાર થતો રોકવા સરકારી ગેઝેટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરીને સરકારની કોઇપણ એજન્સીને કોઇપણ કોમ્પ્યુટર રિસોસૅ દ્રારા ઉત્પન્ન થયેલ ટ્રાન્સમીટ થયેલ મેળવવામાં આવેલ કે સંગ્રહ કરવામાં આવેલ કોઇપણ ટ્રાફીક ડેટા કે માહિતીને મોનીટર કરવા કે મેળવવા અધિકૃત કરી શકશે. (૨) વચેટીયા સંસ્થા કે કોઇપણ વ્યકિત કે જેના ચાર્જમાં કોઇ કોમ્પ્યુટર રિસોઍ હોય તેને જયારે પેટા કલમ (૧) હેઠળ સતા આપવામાં આવી હોય તેને દ્રારા જણાવવામાં આવે ત્યારે તેને કોઇ ટેકનીકલ મદદ કરવા અને તે સંસ્થાને એવી તમામ સવલતો આપવા કે જેથી તે સંસ્થા કોમ્પ્યુટર રિસોસૅ દ્રારા ઉત્પન્ન કરવામાં આવેલી ટ્રાન્સમીટ કરવામાં આવેલી મેળવવામાં આવેલી કે સંગ્ર કરવામાં આવેલી ટ્રાફીક ડેટા કે માહિતી ઓનલાઇન મેળવી શકે કે ઓનલાઇન મેળવવા તેવી બધી સગવડ પુરી પાડવાની રહેશે. (૩) નિયત કરવામાં આવે તેવી શરતે ટ્રાફીક ડેટા કે માહિતીનું મોનીટરીંગ કરવા કે તે મેળવવાની કાયૅ પધ્ધતિ અને સલામતીના ધોરણો મુજબ રી શકશે. (૪) કોઇપણ વચેટીયા કે જે ઇરાદાપૂર્વક અને જાણીજોઇને પેટા કલમ (૨) નો ભંગ કરે તેને (( ગુનો સાબિત થયે ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની સજા કરવામાં આવશે. સ્પષ્ટીકરણ:- આ કલમના હેતુ માટે (૧) કોમ્પ્યુટર કન્ટીમીનેન્ટ એટલે આ શબ્દોનો અથૅ કલમ ૪૩ માં કરવામાં આવ્યા મુજબ ગણવાનો છે. (૨) ટ્રાફીક ડેટા એટલે કોઇપણ ડેટાની ઓળખ આપનાર કે જેનાથી ઓળખી શકાય કે કોઇ વ્યકિત કોમ્પ્યુટર સીસ્ટમ કોમ્પ્યુટર નેટવર્ક કે કોઇ સ્થળ કે જયાંથી કોઇ માહિતી આવતી હોય કે જયાં મોકલવામાં આવતી હોય અથવા જયાંથી માહિતી ટ્રાન્સમીટ થઇ હોય અને તેમા સંદેશા વ્યવહારનું મુળ સ્થળ જયાં તે સંદેશો મોકલવાનો હોય તે તેનો માગૅ સમય ડેટા સાઇઝ લાગેલ સમય તે નીચેની સેવાનો પ્રકાર કે અન્ય કોઇપણ માહિતી
Copyright©2023 - HelpLaw