સુરક્ષિત સીસ્ટમ (પ્રોટેકટેડ સીસ્ટમ) - કલમ:૭૦

સુરક્ષિત સીસ્ટમ (પ્રોટેકટેડ સીસ્ટમ)

(૧) પ્રોટેકટેડ સીસ્ટમ એટલે યોગ્ય સરકાર દ્રારા સરકારી ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને કોઇપણ કોમ્પ્યુટર રિસોઍ કે જે સીધી કે આડકતરી રીતે ક્રીટીકલ ઇન્ફોમૅશન ઇન્ફ્રાસ્ટ્રકચરની સવલતને અસર કરતી હોય તેવી સુરક્ષિત સીસ્ટમ સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે ક્રીટીકલ ઇનફમૅશન ઇન્ડ્રાસ્ટ્રકચર એટલે કોમ્પ્યુટરનો એવો રીસોર્સં કે રાષ્ટ્રીય સલામતી આર્થિક સ્થિતિ જાહેર તંદુરસ્તી કે સલામતીને અસર ના કરી શકે કે તેનો નાશ ના કરી શકે તેવી અસરકારક પધ્ધતિ (૨) યોગ્ય સરકાર લેખિતમાં હુકમ કરીને વ્યકિતઓને પેટા કલમ (૧) હેઠળ જાહેર કરીને પ્રોટેકટેડ સીસ્ટમનો ઉપયોગ કરવા અધિકૃત કરી શકે. (૩) આ કલમની જોગવાઇઓનો ભંગ કરીને કોઇપણ વ્યકિત કે જે પ્રોટેકટેડ સીસ્ટમ મેળવે કે મેળવવાનો પ્રયત્ન કરે તેને (( દસ વષૅ સુધીની બન્નેમાંથી કોઇપણ પ્રકારની કેદની સજા અને દંડની સજા કરવામાં આવેશ. )) (૪) કેન્દ્ર સરકાર આવી પ્રોટેકટેડ સીસ્ટમ માટે માહિતી સલામતીની પધ્ધતિનો ઉપયોગ અને કાયૅવાહી નિયત કરશે.