
નેશનલ મધ્યવતી એજન્સી
(૧) કેન્દ્ર સરકાર ઓફિસીયલ ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને નકકી કરી શકશે કે સરકારની કોઇ સંસ્થાને ક્રીટીકલ ઇન્ફોમૅશન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોટેકશન માટે નેશનલ નોડલ એજન્સી તરીકે અધિકૃત કરી શકશે. (૨) પેટા કલમ (૧) હેઠળ અધિકૃત થયેલ નેશનલ નોડલ એજન્સી ક્રીટીકલ ઇન્ફોમૅશન ઇન્ફ્રાસ્ટ્રકચરના સંશોધન અને વિકાસ સહિતના તમામ પગલાં ભરવા જવાબદાર રહેશે. (૩) પેટા કલમ (૧) માં જણાવેલ એજન્સીએ કરવાના કાયૅા અને બજાવવાની ફરજોની કાયૅપધ્ધતિ નિયત કરવામાં આવે તેવી હશે.
Copyright©2023 - HelpLaw