ઇન્ડીયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ બનાવોના નિકાલ માટે રાષ્ટ્રીય એજન્સી તરીકે કાર્ય કરશે. - કલમ:૭૦(બી)

ઇન્ડીયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ બનાવોના નિકાલ માટે રાષ્ટ્રીય એજન્સી તરીકે કાર્ય કરશે.

(૧) કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેજેટમાં નૌટી કેશન પ્રસિધ્ધ કરીને સરકારની કોઇ એજન્સીને ઇન્ડીયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ તરીકે ઓળખાતી સંસ્થા તરીકે નીમશે. (૨) પેટા કલમ (૧) માં જણાવેલ એજન્સીને એક ડાયરેકટર જનરલ અને નિયત કરવામાં આવે તેવા બીજા અધિકારીઓ અને કમૅચારીઓ પુરા પાડશે. (૩) ડાયરેકટર જનરલ અધિકારીઓ અને કમૅચારીઓના પગાર અને ભથ્થાં તથા નોકરીની શરતો અને બોલીઓ નિયત કરવામાં આવે તેવી હશે. (૪) ઇન્ડયન કોમ્પ્યુટર ઇમરજન્સી રીસ્પોન્સ ટીમ એક રાષ્ટ્રીય એજન્સી તરીકે સાયબર સિક્યુરીટીના ક્ષેત્રમાં નીચે જણાવેલી કામગીરી બજાવશે. (એ) સાયબરના બનાવોમાં માહિતી મેળવવી તેનું વિશ્લેષણ કરવું અને ફેલાવવું (બી) સાયબર સલામતીના બનાવો થતા અટકે તે માટે ભવિષ્ય કથન તથા સાવચેત કરવા (સી) સાયબર સલામતીના પ્રસંગોને સંભાળવા તાત્કાલીક પગલાં ભરવા (ડી) સાયબર સલામતી બનાવોની પ્રવૃતીનું સંકલન કરવું. (ઈ) સાઇબર બનાવોની માહિતીના સલામતીના પગલા કાયૅપધ્ધતિ અટકાવવાની પ્રોત્સાહિત કરવાની અને રીપોટીંગ કરવાની માગૅદશિકા આપવી સલાહ આપનારા નિમવા નબળુ પાડવાની નોંધો તથા સફેદ પત્રો ( માહિતી અને સુરક્ષા માટે ) પ્રસિધ્ધ કરવા (એફ) સાયબર બનાવોના સંદર્ભમાં નિયત કરવામાં આવે તેવા બીજા કાયૅ કરાવવા (૫) પેટા કલમ (૧) માં જણાવવામાં આવેલ એજન્સીઓની કાર્ય કરવાની પધ્ધતિ અને ફરજો એવી હશે કે જે નિયત કરવામાં આવશે. (૬) પેટા કલમ (૪) માં જણાવવામાં આવેલ જોગવાઇઓના અમલ માટે પેટા કલમ (૧) માં જણાવવામાં આવેલ એજન્સી સર્વીસ પુરી પાડનારાઓ વચ્ચેની સંસ્થાઓ ડેટા સેન્ટરો કોર્પોરેટ સંસ્થા કે કોઇ અન્ય વ્યકિત પાસેથી માહિતી મંગાવી શકશે અને સુચના આપી શકશે. (૭) કોઇપણ સર્વીસ પુરી પાડનારાઓ વચ્ચેની સંસ્થાઓ ડેટા રોન્ટો કોર્પોરેટ સંસ્થા કે કોઇ અન્ય વ્યકિત જો માંગેલી માહિતી આપવામાં નિષ્ફળ જાય કે પેટા કલમ (૬) હેઠળ આપવામાં અવોલી સુચનાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેને (હું એક વર્ષ સુધીની કેદની સજા કે રૂપીયા ૧,૦,pan⟩- (એક લાખ) સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે. (૮) પેટા કલમ (૧) નીચે એજન્સી દ્રારા અધિકૃત કરવામાં આવેલ અધિકારની લેખિત ફરીયાદ વગર કોઇપણ કોટૅ આ કલમ હેઠળના કોઇપણ ગુનાનું કોગ્નીઝન્સ (ધ્યાનમાં) લેશે નહી.