ખાનગી રાખવાના કે ગુપ્તતા રાખવાના ભંગ માટે દંડ - કલમ:૭૨

ખાનગી રાખવાના કે ગુપ્તતા રાખવાના ભંગ માટે દંડ

આ કાયદામાં બીજી કોઇ જોગવાઇ કરવામાં આવી હોય કે કોઇ અમલમાં હોય તેવા કાયદામાં વિપરીત જોગવાઇ કરવામાં આવી હોય તે સિવાય જો કોઇ વ્યકિત કે જે આ કાયદો નિયમો કે વિનિમયો કે તે હેઠળ બનાવવામાં અવોલ નિયમો હેઠળ આપવામાં આવેલ કોઇ અધિકારો મુજબ જો તેણે સબંધિત વ્યકિતની પરવાનગી વગર કોઇ ઇલેકટ્રોનિક રેકોડૅ બુક રજીસ્ટર પત્ર વ્યવહાર માહિતી દસ્તાવેજ કે અન્ય સાહિત્ય મેળવીને તે ઇલેકટ્રોનિક રેકોડૅ બુક રજીસ્ટર પત્ર વ્યવહાર માહીતી દસ્તાવેજ કે અન્ય સાહિત્ય અન્ય કોઇ બીજી વ્યકિતને જણાવે તો તેને બે વષૅ સુધીની કેદની સજા કે રૂપીયા એક લાખ સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે.