
કાયદેસરના કરારનો ભાગ કરીને માહિતી અન્યને આપવા બદલ સજા
આ કાયદામાં બીજી જોગવાઇ કરવામાં આવી હોય કે કોઇ અમલમાં હોય તેવા કાયદામા વિપરીત જોગવાઇ કરવામાં આવી હોય તે સિવાય જો વચેટીયા સહિતની કોઇપણ વ્યકિત કે જે કાયદેસરના કરાર હેઠળ સેવા પુરી પાડનાર બીજી વ્યકિતને લગતી માહિતીમાંથી વ્યકિતગત માહિતી મેળવે અને પોતાને ગેરકાયદેસરનો લાભ કરવા અને ગેરકાયદેસરનું નુકશાન પહોચાડવા તેવી માહિતી જે તે વ્યકિતની પરવાનગી વગર કે કાયદેસરના કરારનો ભંગ કરીને જાહેર કરે તો તો તેને (( ત્રણ વષૅ સુધીની કેદની સજા કે રૂપીયા ૫,૦૦,૦૦૦/- સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે. ))
Copyright©2023 - HelpLaw