
કેટલીક બાબતોમાં ખોટુ ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ (ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર) પ્રસિધ્ધ કરવા માટે સજા
(૧) કોઇપણ વ્યકિત ઇલેકટ્રોનિક (સીગ્નેચર સટીફીકેટ પ્રસિધ્ધ કરી શકે કે અન્ય રીતે બીજી કોઇપણ વ્યકિતને તે આપી શકશે નહી. જો એવી જાણકારી હોય કે (એ) પ્રમાણપત્રમાં જણાવેલ સટીફાઇંગ ઓથોરીટીએ તેવું સટીફીકેટ આપેલ નથી કે (બી) તે પ્રમાણપત્રમાં જણાવેલ લવાજમ ભરનારે તેનો સ્વીકાર કર્યં નથી કે (સી) તે પ્રમાણપત્ર રદ થયેલ છે કે સ્થગિત કરવામાં આવેલ છે. સિવાય કે આવી રીતે પ્રસિધ્ધ કરીને તેથી અગાઉ ઇલેકટ્રોનિક સીગ્નેચર બનાવીને રદ કરવામાં આવેલ હોય કે સ્થગિત કરવામાં આવી હોય તેની ચકાસણી કરવાના હેતુ માટે પ્રસિધ્ધ કરવામાં આવે. (૨) કોઇપણ વ્યકિત કે જે પેટા કલમ (૧) ની જોગવાઇઓનો ભંગ કરે તો તેને (( બે વષૅ સુધીની કેદની સજા કે રૂપીયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે.))
Copyright©2023 - HelpLaw