
ભારત બહાર કરવામાં આવેલ ગુનો કે જોગવાઇના ભંગને પણ આ કાયદાની જોગવાઇઓ લાગુ પાડવા બાબત
(૧) પેટા કલમ (૨) ની જોગવાઇઓની શરતે કોઇપણ વ્યકિત દ્રારા રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વગર જો ભારત બહાર કરવામાં આવેલ કોઇપણ ગુનો કે જોગવાઇના ભંગને પણ આ કાયદાની જોગવાઇઓ લાગુ પાડશે. (૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓના હેતુસર જો કોઇ વ્યકિત દ્રારા ભારત બહાર કરવામાં આવેલ કોઇપણ ગુનો કે જોગવાઇઓના ભંગને કે જે ભારતમાં આવેલા કોઇપણ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ કે કોમ્પ્યુટર નેટવકૅના સંદભૅમાં આચરવામાં આવેલ હોય તો તેને આ કાયદાની જોગવાઇઓ લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw