
જપ્ત કરવું
કોઇપણ કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ ફલોપીઝ કોમ્પેકટ ડીસ્કસ ટેપ ડ્રાઇવઝ કે તેને લગતી અન્ય કોઇપણ એસસરીઝ કે જેના સંદભૅમાં કાયદામાં નિયમોમાં કે હુકમોમાં કે વિનિયમોમાં જોગવાઇ કરવામાં આવેલ હોય અને તેવી જોગવાઇનો કોઇ વ્યકિત ભંગ કરે છે કે કરવામાં આવી રહ્યો છે તો તે જપ્ત કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે જયારે જો જપ્ત કરવાની કાયૅવાહી કરનાર કોટૅને સંતોષ થાય તે રીતે એવુ સ્થાપિત કરી શકાય કે એવી વ્યકિત કે જેના કબજામાં કે સતામાં કે નિયંત્રણમાં એવા કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ ફોલપીઝ કોમ્પેકટ ડીસ્કસ ટેપ ડ્રાઇવઝ કે તેને લગતી અન્ય કોઇપણ એસેસરીઝ મળી આવેલ છે કે કાયદાના નિયમોના કે હુકમોના કે વિનિયમોની જોગવાઇઓના ભંગ માટે જવાબદાર નથી તો કોટૅ એવા કોમ્પ્યુટર કોમ્પ્યુટર સીસ્ટમ ફલોપીઝ કોમ્પેકટ ડીસ્કસ ટેપ ડ્રાઇવઝ કે તેને લગતી અન્ય કોઇપણ એસેસરીઝ જપ્તીનો હુકમ કરવાને બદલે કાયદાના નિયમોના કે હુકમોના કે વિનિયમોની જોગવાઇઓના ભંગ કરવા માટે આ કાયદા હેઠળ અધિકાર આપેલ હોય તેવો બીજો યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે.
Copyright©2023 - HelpLaw