ગુનાઓની માંડવાળ - કલમ:૭૭(એ)

ગુનાઓની માંડવાળ

(૧) સક્ષમ સતા ધરાવતી અદાલત ગુનાઓની પતાવટ કરી શકાશે પરંતુ એ ગુનાઓ એવા હશે કે જે માટે આજીવન કેદની સજા અથવા ત્રણ વષૅથી વધુ સમય માટેની કેદની સજાની જોગવાઇ કરવામાં આવી ન હોય જોગવાઇ કરવામાં આવી છે કે જયાં આરોપી એને અગાઉ ગુનેગાર કાયૅ હોવાથી વધુ સજાને પાત્ર :: [ બનતો હોય અથવા બીજા કોઇ પ્રકારની શિક્ષાને પાત્ર થતો હોય વધુમાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે જયાં કરવામાં આવેલો ગુનો દેશની સામાજિક આર્થિક સ્થિતને સ્પશૅતો હશે અથૅત અસર કરતો હશે અથવા તો એ કોઇ એવા બાળકની વિરૂધ્ધ કરવામાં આવેલો હોય કે જે ૧૮ વષૅથી નીચેની ઉંમરનો હોય અથવા કોઇ સ્ત્રી સામે કહેવામાં આવ્યો હોય ત્યાં અદાલત એવા ગુનાની પતાવટ કરશે નહી. (૨) આ કાયદા હેઠળના ગુનાઓના આરોપી આવા ગુનાની માંડવાળ કરવાની અરજી જે કોટૅમાં તેનો કેસ ચાલવા માટે પેન્ડીંગ હોય તે કોટૅમાં કરી શકશે અને તેને ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમો ૨૬૫-બી અને ૨૬૫-સી ની જોગવાઇઓ લાગુ પડશે.