કેટલાક કેસોમાં ઇન્ટરમીડીએરીઝ (દરમ્યાનગીરી કરનારાઓ) ને જવાબદારીમાંથી મુકિત આપવા બાબત - કલમ:૭૯

કેટલાક કેસોમાં ઇન્ટરમીડીએરીઝ (દરમ્યાનગીરી કરનારાઓ) ને જવાબદારીમાંથી મુકિત આપવા બાબત

(૧) પ્રવતૅમાન કોઇપણ કાયદામાં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ અને પેટા કલમ (૨) અને (૩) ની જોગવાઇઓની શરતે જો ઇન્ટરમીડીએરીઝ દ્વારા કોઇ ત્રીજા પક્ષકાર ને આપવામાં આવેલ માહિતી ડેટા કે કોમ્યુનીકેશન લીન્ક માટે કે તેના દ્રારા તે આપવાનું આયોજન કરવામાં આવ્યું હોય તો પણ તેને જવાબદાર ગણવામાં નહી આવે. (ર) પેટા કલમ (૧) ની જોગવાઇઓ લાગુ પડે જો (એ) ઇન્ટરમીડીએરીઝ નું કાયૅ માત્ર એટલે સુધી મયૅાદીત હોય કે કોઇ કોમ્યુનીકેશન સીસ્ટમનો ઉપયોગ કરવા દર્દીને ત્રીજા પક્ષકારે આપેલ માહિતી ટ્રાન્સમીટ કરેલ હોય કે હંગામી ધોરણે ને માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો હોય કે હોસ્ટ કરવામાં આવેલ હોય તો. (બી) કોમ્પ્યુટર સેવા પુરી પાડનારા જો (૧) ટ્રાન્સમીશન શરૂ કરેલ હોય (૨) ટ્રાન્સમીટરનું રીસીવર પરાંદ કરેલ હોય અને (૩) ટ્રાન્સમીશનમાંની માહિતીને પસંદ કરેલ હોય કે સુધારેલ હોય (સી) ઇન્ટરમીડીએરીઝે આ કાયદા હેઠળની પોતાની ફરજ બજાવવામાં લેવી જોઇએ તેવી કાળજી લીધી હોય અને આ સંદભૅમાં કેન્દ્ર સરકાર દ્રારા નિયત કરવામાં આવેલ અન્ય માર્ગદર્શનનું પાલન કરેલ હોય તો (૩) પેટા કલમ (૧) ની જોગવાઇઓ લાગુ નહીં પડે જો (એ) ઇન્ટરમીડીએરીઝ કાવતરૂ ઘડયુ હોય અને મદદગારી કરી હોય કે મદદ આપી હોય કે ધમકીથી કે વચનથી લલચાવ્યા હોય કે કોઇ ગેરકાયદેસરના કાયૅ કરવા માટે સતા આપી હોય તો (બી) ઇન્ટરમીડીએરીઝ દ્રારા નિયંત્રિત કોઇ કોમ્પ્યુટર લીન્કમાં રહેલી કે કોમ્પ્યુટર રિસોસૅ સાથે જોડેલ સાધનમાંની કોઇ માહિતી ડેટા કે કોમ્યુનીકેશન લીન્કનો ઉપયોગ ગેરકાયદેસરના કૃત્યો કરવામાં થાય છે તેની ખરેખરી હકીકતની જાણ થવા છતા કે યોગ્ય સરકાર કે તેની એજન્સી દ્રારા તે હકીકત ધ્યાન પર લાવવા છતા ઇન્ટરમીડીએટ્રી કોઇપણ રીતે પુરાવાનો નાશ ના થાય તે રીતે તાત્કાલિક તેને દુર કરવામાં કે તે સાધનમાં રહેલ મટીરીયલને તેઓ મેળવી ના શકે તેમ કરવામાં ઇન્ટરમીડીએટી નિષ્ફળ જાય તો સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે થર્ડ પાર્ટી ઇન્ફર્મેશન શબ્દનો અર્થ એટલે દરમ્યાનગીરી કરનારે એની પોતાની એવી હેસિયતમાં માહિતી જોડે જે વ્યવહાર કર્યું હશે તે