પ્રવેશવાના તપાસ કરવાના પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓની સતા વિગેરે - કલમ:૮૦

પ્રવેશવાના તપાસ કરવાના પોલીસ અધિકારી અને અન્ય અધિકારીઓની સતા વિગેરે

(૧) ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩માં ગકે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ આ વિષયના સંદર્ભમાં ઇન્સ્પેટકરના હોદ્દાથી નીચેના ના હોય તેવા કોઇપણ પોલીસ ઓફીસર કે કેન્દ્ર સરકારના બીજા કોઇપણ ઓફીસર કે કેન્દ્ર સરકાર દ્રારા અધિકૃત કરવામાં રાજય સરકાર તે જાહેર સ્થળે પ્રવેશ કરી શકશે અને ઝડતી કરી શકશે અને આ કાયદા હેઠળના કોઇ ગુનો કરેલ હોય કે ગુનો કરતો હોય કે ગુનો કરવાની તૈયારીમાં હોય તેવા શકમંદ વ્યકિત તેમાં હાજર મળી આવે તેવા કોઇપણ ઇસમની વોરન્ટ વગર ધરપકડ કરી શકશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે જાહેર સ્થળ એ શબ્દના અર્થમાં કોઇપણ જાહેર વાહન કોઇપણ હોટેલ કોઇપણ દુકાન કે બીજી એવી કોઇપણ જગ્યા કે જે જાહેર જનતા વાપરતી હોય કે જાહેર જનતા માટે હોય (૨) પેટા કલમ (૧) હેઠળ જો કોઇ વ્યકિતની પોલીસ ઓફીસર સિવાયના અન્ય ઓફીસર દ્રારા ધરપકડ કરવામાં આવે તો તેવા ઓફીસરે બીન જરૂરી ઢીલ વગર જે તે કેસની હકુમત ધરાવતા હોય તે મેજીસ્ટ્રેટ પાસે તેવા ધરપકડ કરેલા ઇસમને લઇ જાય કે મોકલે કે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ અમલદાર સમક્ષ રજુ કરે (૩) જયાં સુધી આ કલમ હેઠળ તેની નોંધ કરવાનો ઝડતી કે તપાસ કરવાનો સબંધ છે ત્યાં સુધી આ કલમની જોગવાઇઓને અનુરૂપ રહેવાની શરતે ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇઓ લાગુ પડશે.