ઇલેકટ્રોનિક ચેક અને ટ્રાન્કટેડ ચેકને આ અધિનીયમ લાગુ પડવા બાબત - કલમ:૮૧(એ)

ઇલેકટ્રોનિક ચેક અને ટ્રાન્કટેડ ચેકને આ અધિનીયમ લાગુ પડવા બાબત

(૧) કેન્દ્ર સરકાર દ્રારા રીઝવૅ બેન્કની સાથે ચચૅ વિચારણા કરીને જરૂર હોય તેવા ફેરફાર કે સુધારા વધારાને ઓફીસીયલ ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને નેગોશીએબલ કે ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ ૧૮૮૧ના હેતુની પુરતી માટે પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને આ અર્ધિનિયમનની જોગવાઇઓનો અમલ ઇલેક્ટ્રોનિક ચેક અને ટ્રાન્ઝેટેડ ચેકને કે તેના સંદર્ભમાં કરવામાં આવશે. (૨) પેટા કલમ (૧) ની જોગવાઇઓ મુજબ કેન્દ્ર સરકાર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવતા દરેક નોટીફીકેશનને બને તેટલી ઝડપથી ચાલુ સંસદના દરેક ગૃહ સમક્ષ રજુ કરવામાં આવશે. આ માટે કુલ ૩૦ દિવસનો સમય મળશે. તેમાં એક ગૃહોની એક બેઠકમાં કે બે બેઠકમાં કે વધુ સતત યની બેઠકોના સમયનો સમાવેશ થશે અને તેમ કરતા જો તુરંત પછીની ગૃહની બેઠકનો સમય પુરો થાય તે પહેલા કે ત્યાર પછીની બેઠકોમાં જો બન્ને ગૃહો તેવા નોટીફીકેશન કરવા સંમત થાય તોકે બન્ને ગૃહો નોટીફીકેશન ન કરવા સંમત થાય તો તે મુજબ તેની અસર રહેશે જેમાં સુધારાવાળુ નોટીફીકેશન જે તે સ્વરૂપે રહેશે અથવા રદ થયેલ સુધારાવાળું નોટીફીકેશન રદ થશે પરંતુ તેનાથી તે નોટીફીકેશનના સુધારા મંજુર થયા કે રદ થયા તેં પહેલાના સમય માં થયેલ કાયૅવાહીની કાયદેસરતાને તેની કોઇ અસર થશે નહી. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે ઇલેકટ્રોનિક ચેક અને ટ્રેન્કટેડ ચેક એ શબ્દનો અર્થ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટસ એકટ ૧૮૮૧ ની કલમ ૬ માં કરવામાં આવ્યો છે તે જ રહેશે.