શુધ્ધ-બુધ્ધિપુવૅક લીધેલા પગલાને રક્ષણ - કલમ:૮૪

શુધ્ધ-બુધ્ધિપુવૅક લીધેલા પગલાને રક્ષણ

કેન્દ્ર સરકાર રાજય સરકાર કન્ટ્રોલર કે તેના વતી કામ કરી રહેલી કોઇપણ વ્યકિત વિરૂધ્ધ આ કાયદો કે કોઇપણ નિયમ વિનિયમ કે તે હેઠળ કરવામાં આવેલા હુકમના સંદભૅમાં શુધ્ધબુધ્ધિથી કરવામાં આવેલ કોઇપણ કાયૅવાહીને કે કરવા ધારેલી કાયૅવાહીને કારણે તેની વિરૂધ્ધ કોઇ દાવો ફોજદારી કાયૅવાહી કે અન્ય કોઇ કાયદેસરની કાયૅવાહી કરી શકાશે નહી. સન ૨૦૧૭ના નાણા અધીનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૮૪માં અધ્યક્ષ સભ્યો એડજયુડીકેટીંગ ઓફીસર સાયબર એપેલેટ ટ્રિબયુનલના કમૅચારીઓ આ શબ્દોને રદ કરવામાં આવેલ છે.