કંપનીઓ મારફત થતા ગુનાઓ - કલમ:૮૫

કંપનીઓ મારફત થતા ગુનાઓ

(૧) જયારે આ કાયદાની કોઇ પણ જોગવાઇઓનો કે કોઇ નિયમો સૂચનાઓ કે તે હેઠળ કરવામાં આવેલો હુકમોનો ભંગ કરવાનો ગુનો કરનાર કંપની હોય તો જે વખતે તેવો ભંગ કરવામાં આવ્યો ત્યારે કંપની જેના ચાર્જમાં હતી અને કંપનીનો ધંધો ચલાવવા માટે જવાબદાર હતી તેવી દરેક વ્યક્તિઓ અને કંપની તેની જોગવાઇઓના ભંગ માટે જવાબદાર ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરવામાં આવશે અને તે મુજબ સજા કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમમાં કોઇપણ જોગવાઇ કરવામાં આવી હોય જો એવી કોઇ વ્યકિન તેવું સાબિત કરે કે જે જોગવાઇનો ભંગ થયો છે તે તેની જાણ બહાર થયેલ છે અથવા તેણે તેવો ભંગ થતો અટકાવવા બધી જ વ્યાજબી અને પુરતી કાળજી લીધી હતી તો તેને સજા માટે જ જવાબદાર નહીં ગણી શકાય (૨) પેટા કલમ (૧)માં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ કોઇ કંપની દ્વારા જયારે આ કાયો કે તે હેઠળ કરવામાર્ગ આવેલ કોઇપણ નિયમ સુચના કે હુકમની જોગવાઇઓનો ભંગ કરવામાં આવેલ છે ત્યારે અને જયારે એવું સાબિત થાય કે એવો ભંગ તેની સંમતિથી કે તેણે આંખ આડા કાન કરવાને કારણે થયો છે તો કે તેવો ભંગ કોઇ ડાયરેકટર મેનેજર સેક્રેટરી કે કંપનીના બીજા અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલ બેદરકારીને કારણે થયો છે તો તેવા ડાયરેકટર મેનેજર સેક્રેટરી કે અન્ય અધિકારીઓ તેવા ભંગ માટે જવાબદાર ગણવામાં આવશે અને તેઓની વિરુધ્ધ કામ ચલાવવામાં આવશે અને તે મુજબ સજા કરવામાં આવશે. સ્પષ્ટીકરણ:- (૧) કંપની એટલે કોઇપણ કોર્પોરેટ બોડી અને તેમાં કોઇ પેઢી કે વ્યકિતઓના એસોસીએશનનો સમાવેશ થાય છે અને (૨) ડાયરેકટર એટલે કોઇ પૈકીના સંદર્ભમાં ભાગીદાર