નિયમો ઘડવાની કેન્દ્ર સરકારની સતા - કલમ:૮૭

નિયમો ઘડવાની કેન્દ્ર સરકારની સતા

(૧) આ કાયદાની જોગવાઇઓના અમલ માટે કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટ અને ઇલેકટ્રોનિક ગેઝેટમાં નોટીફીકેશન પ્રસિધ્ધ કરીને નિયમો કરી શકશે. (૨) ખાસ કરીને અને અગાઉ જણાવેલ જોગવાઇઓની સત્તાના સામાન્યપણાને કોઇપણ રીતે બધ લાવ્યા વગર આવા નિયમોમાં નીચે દર્શાવેલી તમામ કે અમુક બાબતો માટે જોગવાઇ કરવામાં આવશે જેમ કે (એ) કલમ ૩-એ ની પેટા કલમ (૨) હેઠળ કોઇ ઇલેકટ્રોનિક સીગ્નેચર કે ઇલેકટ્રોનિક ઓથેન્ટીકેશન ટેકનીકની વિશ્ર્વસનીયતાની વિચારણા માટેની શરતો (એ-એ) ઇલેકટ્રોનિક સહીં અથવા કલમ-૩ એ (૨) હેઠળ ઓથેનટીકેશનની ચકાસણી માટેની કાર્યરીતિ (એ-બી) કલમ-૫ હેઠળ કોઇ માહિતી કે વિષયની અધિકૃતતા ઇલેકટ્રોનિક સીગ્નેચરથી નકકી કરવાની રીત (બી) કલમ-૬ ની પેટા કલમ (૧) મુજબ કોઇ ઇલેકટ્રોનિક ફોમૅ કે જેમાં તેનું ફાઇલીંગ આપવાનું મંજુર કરવાનું કે ચુકવણુ કરવાનું હોય (સી) ઇલેકટ્રોનિક રેકર્ડ ફાઇલ કરવાનો કે આપવાનો હોય તેની રીત અને ફૉરમેટ અને કલમ-૬ ની પેટા કલમ (૨) મુજબ ચુકવણુ કરવાની પધ્ધતિ (સીએ) અધિકૃત સેવા આપનાર દ્રારા કલમ-૬-એ ની પેટા કલમ (૨) હેઠળ સીસ ચાર્જ વસુલવાનો રાખવાનો અને હિસાબ આપવાની રીત (ડી) કલમ-૧૦ હેઠળ ઇલેકટ્રોનિક સીગ્નેચરના પ્રકાર તેને ચોંટાડવાની રીત અને ફોર્મેટને લગતી બાબતો માટે (ઇ) કલમ-૧૫ હેઠળ ઇલેક્ટ્રોનિક સીગ્નેચર ક્રીએશન ડેટાને સંગ્રહ કરવાની અને ચોંટાડવાની રીત (ઇ-એ) કલમ-૧૬ હેઠળની સલામતીની કાર્યવાહી અને પ્રેકટીસ (એફ) કલમ-૧૭ હેઠળ કન્ટ્રોલર ડેપ્યુટી કન્ટ્રોલર આસીસ્ટન્ટ કન્ટ્રોલર બીજા અધિકારીઓ અને કમૅચારીઓની નોકરીની લાયકાતો અનુભવ શરતો અને બોલીઓ (જી) રદ થયેલ છે. (એચ) કલમ-૨૧ ની પેટા કલમ (૨) મુજબની જરૂરીયાતો કે જે અરજદારે સંતોષવા ની હોય (આઇ) કલમ-૨૧ ની પેટા કલમ (૩) ખંડ (એ) હેઠળ આપવામાં આવેલ પરવાનો ચાલુ રહેવાના સમયનો ગાળો (જે) કલમ-૨૨ ની પેટા કલમ (૧) હેઠળ પરવાનો મેળવવાની અરજી કરવાનું ફોર્મ (કે) કલમ-૨૨ ની પેટા કલમ (ર) ના ખંડ (સી) મુજબ ભરવાની ફીની રકમ (એલ) કલમ-૨૨ની પેટા કલમ (૨) ના ખંડ (ડી) મુજબ પરવાના માટેની અરજી સાથે રજુ કરવાના બીજા દસ્તાવેજો બાબત (એમ) કલમ-૨૩ હેઠળ ભરવાની થતી ફી અને પરવાનો રીનયુ કરવા માટેનું ફોર્મ અને ફી બાબત (એમ-એ) કલમ-૩૫ હેઠળ ઇલેકટ્રોનિક સીગ્નેચર સર્ટીફીકેટ મેળવવા માટેનુ અરજી ફોર્મ અને ફી બાબત (એન) કલમ ૩૫ની પેટા કલમ (૧) હેઠળ ઇલેકટ્રોનિક સીગ્નેચર સર્ટીફીકેટ આપવા માટેની અરજી કરવાનું ફોર્મ (ઓ) કલમ-૩૫ ની પેટા કલમ (૨) હેઠળ ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ આપવા માટે સટીફાઇંગ ઓથોરીટીને આપવાની ફી (ઓ-એ) કલમ ૪૦-એ હેઠળ લવાજમ ભરવાવાળાઓની ફરજો (બી) કલમ ૪૩-એ હેઠળ સવેદનશીલ ડેટા કે માહિતીની વ્યાજબી સલામતીની વ્યવસ્થા અને કાર્યપધ્ધતિ (પી) કલમ ૪૬ ની પેટા કલમ (૧) હેઠળ એડજયુકેટીંગ ઓફીસરની તપાસ કરવાની રીત (ક) કલમ ૪૬ ની પેટા કલમ (૩) હેઠળ એડયુકેટીંગ ઓફીસરની લાયકાત અને અનુભવ બાબત (આર) સન ૨૦૧૭ના નાણા અધિનીયમ ક્રમાંક ૭ મુજબ રદ થયેલ છે. (એસ) સન ૨૦૧૭ના નાણા અધિનીયમ ક્રમાક ૭ મુજબ રદ થયેલ છે. (ટી) સન ૨૦૧૭ના નાણા અધિનીયમ ક્રમાંક ૭ મુજબ રદ થયેલ છે. (યુ) કલમ-૫૭ ની પેટા કલમ (૩) હેઠળ અપીલ કરવાનું ફોમૅ અને તે માટેની ફી (વી) કલમ ૫૮ ની પેટા કલમ (૨)ના ખંડ (જી) હેઠળ અન્ય કોઇપણ જરૂરીયાત મુજબના સીવીલ કોર્ટના પાવર નિયત કરવા બાબત (ડબલ્યુ) કલમ ૫ર-એ હેઠળ અધ્યક્ષ અને એપેલેટ ટ્રીબ્યુનલની સતા અને કાયૅ (એકસ) કલમ ૬૭-સી હેઠળ આવી માહિતીને રાખવાની અને સાચવવાની તથા માહિતી તેની અવધિ રીત અને ફોમૅ (વાય) કલમ-૬૯ ની પેટા કલમ (૨) હેઠળની કાર્યપધ્ધતિ સલામત રાખવાની અને વચ્ચે પડવાની મોનીટરીંગ કરવાની કે ઉતારી પાડવાની કાયૅવાહી બાબત (ઝેડ) કલમ ૬૯-એ ની પેટા કલમ (૨) હેઠળ જાહેર જનતાને અટકાવવા માટેની કાર્યપધ્ધતિ અને સલામતીઓ બાબત (ઝેડ-એ) કલમ-૬૯-બી ની પેટા કલમ (૩) હેઠળ ટ્રાફીક ડેટા અને માહિતીને સલામત રાખવાની અને મોનીટરીંગ કરવાની કાર્યપધ્ધતિ (ઝેડ-બી) કલમ-૭ હેઠળ સુરક્ષીત પધ્ધતિ માટે માહિતીની સલામતીની વ્યવસ્થા અને કાર્યપધ્ધતિ (ઝેડ-સી) કલમ-૭૦-એ ની પેટા કલમ (૩) હેઠળ એજન્સીએ કરવાના કામો અને બજાવવાની ફરજોની રીત (ઝેડ-ડી) કલમ ૭૦-બી ની પેટા કલમ (૨) હેઠળ અધિકારીઓ અને કમૅચારીઓ (ઝેડ-ઇ) કલમ ૩૦-બી ની પેટા કલમ (૩) હેઠળ ડાયરેકટર જનરલ અને અન્ય અધિકારી અને કમૅચારીઓના પગાર ભથ્થા અને નોકરી માટેની અન્ય શરતો અને બોલીઓ (ઝેડ-એફ) કલમ બી ની પેટા કલમ (૫) હેઠળ એજન્સીએ કરવાના કામો અને બજાવવાની ફરજોની રીત : (ઝેડ-જી) કલમ ૭૯ ની પેટા કલમ (૪) હેઠળ દરમ્યાનગીરી માટે પાળવાની માગૅદર્શિકાઓ (ઝેડ એચ) કલમ ૮૪-એ હેઠળ ઉતારી પાડવાની રીત અને પધ્ધતિઓ (3) ક્લમ ૭૦ ની પેટા કલમ (૧) હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવેલ દરેક નોટીફીકેશનને તે બની ગયા બાદ બને એટલી જલ્દીથી સંસદના દરેક ગૃહ કે જે તે વખતે ચાલુ હોય તેની સમક્ષ રજુ કરવાનું રહેશે અને તેને માટે કુલ ૩૦ દિવસનો મહતમ સમય આપવામાં આવશે અને તે સમયમાં એક બેઠક કે બે બેઠક કે વધુ સળંગ બેઠકોનો સમાવેશ થઇ શકરો અને જો સુરતની સંસદની બીજી બેઠક કે તે પછીની સંસદની બેઠકનો સમય પુણૅ થાય તે પહેલા જો બન્ને ગૃહો નિયમમાં સુધારણા કરવા સંમત થાય તો અથવા જો બન્ને ગૃહો સંમત થાય કે તેવો સુધારો ના કરવો જોઇએ તો સુધારેલૉ નિયમની અસર ત્યાર બાદ યથાપ્રસંગ માત્ર તેવા સુધારેલા નિયમ પુરતી જ કે તેને રદ કરેલ હોય તો તેનું રદીકરણની અસર થશે જો કે તેવા કે નિયમમાં સુધારો કે રદીકરણ કરવામાં આવ્યાની અસર તે પહેલાની કાયદેસરતામાં કે તે હેઠળ કરવામાં આવેલ કાર્યને થશે નહીં.